ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત અમરેલી જિલ્લામાં થઇ હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, આ સાથે જ સાવરકુંડલાના આપસાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
સાવરકુંડલાના જુના સાવર, સેઢાવદર અને ખેરાળામાં પણ ધોધમાર વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી પ્રસરી હતી, તો ઘણાં સમયથી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, તેનાથી પણ લોકોને રાહત મળી હતી.





