30.4 C
Gujarat
Thursday, October 1, 2026
Home બિઝનેસ Gold Price Update : તમને સોનું ખરીદવાની આનાથી સારી તક નહીં મળે!...

Gold Price Update : તમને સોનું ખરીદવાની આનાથી સારી તક નહીં મળે! જાણો હવે શું છે કિંમત?

0

Gold Price Update : જો તમે પણ લગ્નની સિઝનમાં સોનું અથવા સોનાના ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે મહત્વપૂર્ણ અને સારા સમાચાર છે. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

આ ઘટાડા બાદ સોનું ફરી એકવાર 51000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 61600 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગયું છે. આ સાથે સોનું તેની ઓલ ટાઈમ હાઈથી લગભગ 5100 રૂપિયા અને ચાંદી 18300 રૂપિયાથી વધુ સસ્તી થઈ રહી છે.

બુધવારે સોનું 51 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું અને 51038 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. જ્યાં મંગળવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનું 23 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થઈને 51089 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

બીજી તરફ બુધવારે ચાંદી 367 રૂપિયા સસ્તી થઈ અને 61685 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ. જ્યાં મંગળવારે ચાંદી 540 રૂપિયા સસ્તી થઈને 62052 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!