29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home રાષ્ટ્રીય માનવતા નેવે મુકાઈ : દીકરાના મૃતદેહ માટે માંગ લાંચ, ભીખ માંગવા મજબૂર...

માનવતા નેવે મુકાઈ : દીકરાના મૃતદેહ માટે માંગ લાંચ, ભીખ માંગવા મજબૂર દંપત્ત, વીડિયો વાઈરલ

0
202

ફરી એકવાર નીતીશ કુમારના સુશાસનના સમાચાર સામે આવ્યા છે, જેને જાણીને દરેકના દિલ ઉડી જશે, પરંતુ લાગે છે કે ત્યાંના લાંચિયા અધિકારીઓને કોઇ જ અસર નહીં થઇ હોય. અહેવાલો અનુસાર, બિહારના સમસ્તીપુરની શેરીઓમાં એક વૃદ્ધ દંપતી “તેમના પુત્રના મૃતદેહને સરકારી હોસ્પિટલમાંથી મુક્ત કરાવવા” માટે ભીખ માંગતા જોવા મળ્યું હતું.

અહેવાલો અનુસાર, હોસ્પિટલના એક કર્મચારીએ તેમના પુત્રના મૃતદેહને છોડવા માટે દંપતી પાસેથી કથિત રીતે 50,000 રૂપિયાની માંગણી કરી હતી. દંપતી પાસે પૈસા ન હોવાથી, તેઓ “પૈસાની ભીખ માંગવા” શહેરમાં ફરતા હોય છે.

જુઓ વાઈરલ વીડિયો

આ કપલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પિતાએ જણાવ્યું કે, તેમનો પુત્ર થોડા દિવસ પહેલા ગુમ થયો હતો. “થોડા સમય પહેલા મારો પુત્ર ગુમ થયો હતો. હવે, અમને ફોન આવ્યો કે મારા પુત્રનો મૃતદેહ સમસ્તીપુરની સદર હોસ્પિટલમાં છે. હોસ્પિટલના એક સ્ટાફે મારા પુત્રના મૃતદેહને છોડાવવા માટે 50,000ની માંગણી કરી છે. અમે રૂપિયા માંગ્યા છે. ગરીબ લોકો, અમે આ રકમ કેવી રીતે ચૂકવી શકીએ?”

હોસ્પિટલમાં મોટાભાગના આરોગ્ય કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર હોય છે અને ઘણીવાર તેમને સમયસર પગાર મળતો નથી. સ્ટાફે દર્દીઓના સગાઓ પાસેથી પૈસા પડાવી લીધાના અનેક કિસ્સા છે.

જો કે દર વખતની જેમ આ મામલો સામે આવ્યા બાદ હોસ્પિટલ પ્રશાસને કહ્યું છે કે, આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. સમસ્તીપુર સિવિલ સર્જને કહ્યું, “જે લોકો જવાબદાર છે તેમને બક્ષવામાં આવશે નહીં. આ માનવતા માટે શરમજનક બાબત છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!