33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત Impact : મોડાસા RTO કચેરીમાં દલાલો ને ‘No Entry’, અરવલ્લી કલેક્ટરનું જાહેરનામું,...

Impact : મોડાસા RTO કચેરીમાં દલાલો ને ‘No Entry’, અરવલ્લી કલેક્ટરનું જાહેરનામું, દલાલો ઝડપાયા તો થશે કાર્યવાહી..

0
249

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કાર્યરત આર.ટી.ઓ. કચેરીમાં છેલ્લા ઘણાં વર્ષોથી દલાલો અડ્ડો જમાવીને બેઠા હતા, જે અંગે મેરા ગુજરાતે મુહિમ ચલાવી હતી, ત્યારે આ અંગે જિલ્લા કલેક્ટર ડો.નરેન્દ્રકુમાર મીણાએ જાહેરાનામુ બહાર પાડીને દલાલોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મોડાસા ખાતે આવેલ આર.ટી.ઓ.કચેરીમાં ઘણાં વર્ષોથી બુમો પડતી હતી કે, આર.ટી.ઓ. કચેરમાં દલાલો વિના કોઇ જ કામ થતાં નથી અને અરજદારોએ સરકારી કચેરીમાં પણ વચેટિયાઓનો સહારો લેવો ફરજીયાત હતા, આ અંગે મેરા ગુજરાતે લોકહિતમાં મુહિમ ચલાવી હતી, જેની અસર જોવા મળી છે, અને આ બાબતે જિલ્લા વહીવટી તંત્રએ ગંભીર નોંધ લીધી અને દલાલો એટલે કે, અનઅધિકૃત વ્યક્તિઓએ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીમાં પ્રવેશ કરવો નહીં.

જિલ્લા કલેક્ટરએ જાહેરનામામાં ઉલ્લેખ કર્યો છે કે, જિલ્લાના લોકો સરકારી કામ માટે આર.ટી.ઓ. કચેરી ખાતે આવતા હોય છે, પણ કેટલાક અનઅધિકૃત લોકો કે આવા ઇસમોની ોળી અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃત્તિ કરતા હોય તેવા ઇસમોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

જાહેરનામાનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી
અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે અને જો કોઇ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે ભારતના ફોજદારી અધિનિમય – 1960ની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે અને હુકમનો ભંગ કરનાર સામે જે-તે કચેરીના સુપ્રિન્ટેન્ડન્ટ તથા પોલિસ વિભાગમાં પોલિસ સબ ઇન્સ્પેક્ટરના દરજ્જા ઉતરતા ન હોય તેવા અધિકારી ફરિયાદ કરી શકશે.

કેમ આવો નિર્ણય લેવો પડ્યો..તે પણ જાણો
આર.ટી.ઓ.કચેરીમાં એટલી હદે બુમો હતી કે, કચેરીના ગેટમાં પ્રવેશ કરતાની સાથે જ દલાલોનો રાફડો જોવા મળતો અને ગ્રાહક આવે ત્યાં તે તેની ઘેરી લઇને લાલચ આપીને સરકારી નિયમોને નેવે મુકીને પૈસા પડાવવાનો ખેલ ચાલતો હતો, જે અંગે મેરા ગુજરાતે અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા, ત્યારે આ અંગે લોકહિતમાં જિલ્લા વહીવટી તંત્રએ સરાહનિય હુકમ કરીને લોકોના પ્રશ્નોને વાચા આપી જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. જોકે હવે અધિકારીઓ આ જાહેરનામાનો અમલ કેવી રીતે કરાવશે તે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!