31 C
Ahmedabad
Wednesday, May 8, 2024

અરવલ્લીમાં લટકતી લાશો મળવાનો સિલસિલો યથાવત : 4 દિવસમાં 4 લોકોએ આત્મહત્યા કરી,વાંટાના 12 વર્ષીય બાળકની લાશ ઝાડ પર લટકતી મળી


અરવલ્લી જીલ્લામાં હત્યા,અપહરણ, આત્મહત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થતો બુદ્ધિજીવી વર્ગ સાથે પ્રજાજનો પણ ચિંતિત બન્યા છે અરવલ્લી જીલ્લામાં આત્મહત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થતા SP સંજય ખરાત જીલ્લામાં સતત બની રહેલી આત્મહત્યાની ઘટનાઓના પગલે હચમચી ઉઠ્યા હતા અને આત્મહત્યાના બનાવ અટકે તે માટે જીંદગી ટુકાવવાનુ વિચારતા લોકોની લાઇફ લાઇન વધારવા માનવતાનાં ભાગરૂપે ‘જીવન આસ્થા હેલ્પલાઇન’ ખુલ્લી શરૂ કરી છે જાહેરસ્થળોએ અને માર્ગો પર જીવનઆસ્થા હેલ્પલાઈન નંબર 1800 233 3330 અને કંટ્રોલ રૂમ નંબર 9512336622 તેમજ લેન્ડલાઈન નંબર 02774 -250111 પણ જાહેર કર્યા છે

Advertisement

અરવલ્લી જીલ્લામાં આત્મહત્યાના બનાવો સતત બની રહ્યા છે જીલ્લામાં છેલ્લા 4 દિવસમાં 4 લોકોએ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી છે મેઘરજના વાંટા (પાણીબાર) નજીક ઝાડ પર 12 વર્ષીય બાળકનો ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી હતી ઇસરી પોલીસે બાળકની હત્યાનું કારણ જાણવા એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી.

Advertisement

અરવલ્લી જીલ્લાના સાઠંબા નજીક આવેલી ધોમ ગામની ત્રણ સંતાનોની માતાએ સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી શામળાજી નજીક રામેળા ગામના યુવકનો ઝાડ સાથે લટકતો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે મેઘરજ વાંટા (પાણીબાર) ના 12 વર્ષના બાળકનો ઝાડ સાથે લટકતો મૃતદેહ તેમજ શામળાજીના નાપડા નજીક એક ઝાડ સાથે લટકતો મૃતદેહ મળી આવતા જીલ્લામાં છેલ્લા 4 દિવસમાં 4 લોકોના લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!