29.2 C
Gujarat
Friday, August 21, 2026
Home એન્ટરટેનમેન્ટ જાણો કયા રાજ્યમાં અક્ષય કુમાર ની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ટેકસ ફ્રી થઇ…

જાણો કયા રાજ્યમાં અક્ષય કુમાર ની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ટેકસ ફ્રી થઇ…

0
140

દિલ્હીના છેલ્લા હિન્દુ શાસક સમ્રાટ પૃથ્વીરાજ ના જીવન પર આધારિત અક્ષય કુમાર ની ફિલ્મને ટેક્સ ફ્રી કરવા નો નિર્ણય ગુજરાત સરકારે લીધો છે.

રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે આ અંગે જાહેરાત કરતાં જણાવ્યુ હતું કે, ભારત ના બહાદુર યોદ્ધા સમ્રાટ પૃથ્વીરાજ ના જીવન પર આધારિત ફિલ્મને રાજ્યમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. ત્રણ દિવસ અગાઉ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ માં આ ફિલ્મ ટેક્સ ફ્રી જાહેર થઈ હતી. અગાઉ સરકાર દ્વારા ધ કાશ્મીર ફાઈલ્સને ટેક્સ ફ્રી જાહેર કરાઈ હતી. જેમાં કાશ્મીરી હિન્દુઓ પર થયેલા અત્યાચારો અને તેમને પલાયન માટે વિવશ કરનારા કારણોને દર્શાવવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે માનુષી છિલ્લરનો લીડ રોલ છે. સમ્રાટ પૃથ્વીરાજના મિત્ર ચંદ બરદાયીનો રોલ સોનુ સૂદે કર્યો છે અને સંજય દત્ત પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ચાણક્ય જેવી યાદગાર ટીવી સિરિયલ બનાવનારા ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે અને ડાયરેક્શન કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!