42 C
Ahmedabad
Saturday, May 18, 2024

ચૂંટણીના પડઘમ : રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા કારોબારી બેઠક, કાર્યકર્તાઓને કામે લાગી જાવા તાકીદ


રાજકોટ જિલ્લા ભાજપની હેમુ ગઢવી હોલ ખાતે કારોબારી બેઠક મળી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. કારોબારી બેઠક ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

Advertisement

રાજકોટ જિલ્લાના ભાજપના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. કારોબારીમાં બોઘરાએ ચૂંટણીને લઇને જણાવ્યું હતું કે, ચૂંટણી ડિસેમ્બરમાં નિશ્ચિત સમયે આવવાની છે. આપણી પાસે 120 દિવસ બાકી છે. 15 ઓક્ટોબર પછી આપણી પાસે સમય નહીં રહે એટલે તૈયારીઓ શરૂ કરી દો. 120 દિવસમાં કાર્યકર્તાઓએ શિડ્યુલ જોઇને કામ કરવું જોઇએ એવું માર્ગદર્શ આપ્યું કારોબારી બેઠક પૂરી થયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં બોઘરાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાની કારોબારી બેઠક હતી. જેમાં ભાજપના કાર્યકરોને મેં એવું માર્ગદર્શન આપ્યું છે.

Advertisement

ચૂંટણી ડિસેમ્બર આવે એ નિશ્ચિત સમય છે. આથી એના બે મહિના પહેલા ચૂંટણીની એક્ટિવિટી થતી હોય છે. એટલે 15 ઓક્ટોબર પછી અમારી પાસે કામ કરવાનો સમય નથી. એટલે હવે 120 દિવસ બાકી છે. 120 દિવસમાં કાર્યકર્તાઓએ શિડ્યુલ જોઇને કામ કરવું જોઇએ એવું માર્ગદર્શ આપ્યું હતું.

Advertisement

ચૂંટણીપંચનું કામ છે ચૂંટણી જાહેર કરવી, પરંતુ ભાજપના કાર્યકર્તા તરીકે આખા ગુજરાતના આપણે બધા જાણીએ છીએ કે ચૂંટણી ડિસેમ્બર મહિનામાં નિશ્ચિત સમયે આવવાની છે. ડિસેમ્બરના બે મહિના પહેલા ચૂંટણીપંચની કાર્યવાહી ચાલતી હોવાથી અમારા કાર્યકર્તા પાસે સમય ન હોય. આજની કોરાબારી બેઠકમાં જસદણ-વીંછિયાના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખા સાગઠિયા સહિત મોટી સંખ્યામાં જિલ્લામાંથી કાર્યકરો ઉમટી પડ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!