38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : ભિલોડાના બોરનાલામાં રોડ નહીં તો વોટ નહીં, સ્થાનિક લોકો રસ્તે...

અરવલ્લી : ભિલોડાના બોરનાલામાં રોડ નહીં તો વોટ નહીં, સ્થાનિક લોકો રસ્તે બેસી રામધૂન યોજી

0
203

અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડની માંગણીઓને લઇને લોકો વિરોધ કરી રહ્યા છે, આ વચ્ચે ભિલોડા તાલુકાના બોરનાલા સુધીનો 4 કિ.મી.નો રોડ બિસ્માર બની ગયો છે, જેને લઇને ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. ભિલોડાના ઓઢ થી બોરનાલા સુધીનો 4 કિ.મી. નો રોડ બિસ્માર બની ગયો છે જેને લઇને ગ્રામજનોએ હવે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

ભિલોડા તાલુકાના ઓઢ ગામેથી બોરનાલા સુધીનો માર્ગ છેલ્લા ઘણાં સમયથી બિસ્માર બની ગયો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો અને તંત્ર તેમની વાત ન સાંભળતી હોવાને લઇને ગ્રામજનોએ રસ્તા પર બેસીનો રામધૂન યોજી વિરોધ દર્શાવ્યો હતો. ગ્રામજનોનું કહેવું છે કે, 4 કિ.મી.નો રસ્તો બિસ્માર બની ગયો છે, જેને લઇને ગામમાં એસ.ટી. બસ સેવા કાયમી માટે બંધ થઇ ગઇ છે. 6 જેટલી બસ સેવા હતી, જોકે રસ્તાના અભાવે હવે વિદ્યાર્થીઓને હાલાકીઓ પડી રહી છે. બસ બંધ થઇ જતાં વિદ્યાર્થીઓ નજીકમાં અભ્યાસ કરવા કેવી રીતે પહોંચી શકે તે એક સવાલ છે. એટલું જ નહીં 108 એમ્બ્યુલન્સ પણ ગામમાં ન આવતી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું અને રસ્તો બનાવવાની ઉગ્ર માંગ સાથે રસ્તા પર બેસી ગયા અને વિરોધ દર્શાવ્યો હતો.

ગ્રામજનોએ આ વખતે ચીમકી ઉચ્ચારી છે કે, જો રસ્તો નહીં બને તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે.

ગ્રામજનોની રસ્તા વચ્ચે રામધૂનનો વીડિયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!