34 C
Ahmedabad
Saturday, May 11, 2024

નૂપુર શર્મા વિવાદ : મોડાસા ટાઉન પોલીસે મુસ્લિમ અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજી, નૂપુર શર્મા સામે ફરિયાદ નોંધવા અરજી


ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ એક ટીવી ડિબેટ દરમ્યાન હજરત મોહમ્મદ પયગંબર પર વિવાદિત ટિપ્પણી કરતા દેશભરમાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઘણી જગ્યાએ વિરોધ હિંસામાં પણ તબદિલ થયો છે. નૂપુર શર્મા સામે સખત પગલાં લેવાની માગ કરવામાં આવી રહી છે. ત્યારે જીલ્લા SP સંજય ખરાતે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે અંગે સતર્ક બની ટાઉન પીઆઈ ફાલ્ગુની રાઠોડને સૂચના આપતા ટાઉન પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ અગ્રણીઓ સાથે શાંતિ સમિતિ બેઠક યોજી હતી મુસ્લિમ સમાજના અગ્રણીઓએ નૂપુર શર્મા સામે ફરિયાદ નોંધવામાં આવેની માંગ કરી અરજી આપવામાં આવી હતી

Advertisement

મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં નૂપુર શર્માના નિવેદનથી લઘુમતી સમાજના લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે શનિવારે નગર પાલીકાના કોર્પોરેટર અને સામાજિક અગ્રણી મોહમ્મદ સોહેબ ઉર્ફે લાલાભાઇ મુસાભાઇ જેથારાએ તેમના નામજોગ ટાઉન પોલીસ સ્ટેશનમાં નૂપુર શર્મા સામે ફરિયાદ નોંધવા માટે અરજી આપી હતી ટાઉન પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ પહોચીં નૂપુર શર્મા સામે ફરિયાદ નોંધી શખ્ત કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી

Advertisement

મોડાસા ટાઉન પીઆઈ એફ.એલ.રાઠોડે મુસ્લિમ અગ્રણીઓની રજુઆત સાંભળી તેમની સાથે શાંતિ સમિતિની બેઠક યોજી હતી અને મોડાસા શહેરમાં સૌહાર્દ ભર્યું વાતાવરણ જળવાઈ રહે અને કોમી-એકતા અકબંધ રહે તે માટે ચર્ચા કરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!