30 C
Ahmedabad
Sunday, May 12, 2024

મોડાસા રૂરલ પોલીસે : કુડોલ ઘાટા નજીક પીકઅપ ડાલામાંથી 3 પશુઓને કતલખાને ધકેલાતા બચાવી લીધા,2 કસાઇઓને ઝડપી લીધા


અરવલ્લી જીલ્લાના અંતરિયાળ માર્ગો પરથી કસાઈઓ પશુઓ અને ગૌ વંશની હેરાફેરી કરી કતલખાને ધકેલી રહ્યા છે મોડાસા રૂરલ પોલીસે કુડોલ ઘાટા નજીકથી પીકઅપ ડાલામાં 3 પશુઓને મુશ્કેટાટ હાલતમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી કતલખાને ધકેલી દે તે પહેલા બચાવી લીધા હતા પોલીસે રાણાસૈયદ વિસ્તારના બે કસાઇઓને દબોચી લઇ ટીંટોઈ ગામના વિપુલ સરાણી નામના કસાઈને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

મોડાસા રૂરલ પીએસઆઈ સી.એચ રાઠોડ અને તેમની ટીમે ટીંટોઈ નજીક અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથધરી નાકાબંધી કરી વાહનોનું ચેકીંગ હાથધરતાં શંકાસ્પદ ઝડપ અને ગફલતભરી રીતે હંકારી પસાર થતા પીકઅપ ડાલાનો ચાલક નાકાબંધી તોડી મોડાસા તરફ પીકઅપ ડાલું હંકારી મુકતા પોલીસે જીપમાં ફિલ્મી ઢબે પીછો કરી પીકઅપ ડાલાને અટકાવી તલાસી લેતા મુશ્કેટાટ હાલતમાં બાંધેલ અને ઘાસચારા કે પાણીની સગવડ વગર કણસતા ત્રણ પાડાને કતલખાને ધકેલાતા બચાવી લઈ પાંજરાપોળ ખાતે મોકલી આપી મોડાસા રાણાસૈયદ વિસ્તારના પીકઅપ ડાલાના ચાલક નિશાર ચીમન મુલતાની અને ભુરીયા નાથુ મુલતાનીને દબોચી લઇ ત્રણ પાડા, પીકઅપ ડાલું મળી લાખ્ખો રૂપિયાનો મુદામાલ જપ્ત કરી બંને કસાઈઓને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ગેરકાયદેસર પશુઓની હેરાફેરીમાં સંડોવાયેલ ટીંટોઇના વિપુલ સરાણી વિરુદ્ધ એમવી એક્ટ તેમજ પ્રાણી અત્યાચાર નિવારણ કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!