43 C
Ahmedabad
Saturday, May 18, 2024

આતંકી હુમલાની આશંકાએ શામળાજી મંદિરમાં કડક સુરક્ષા : રાજ્યના અનેક મંદિરોમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો, સઘન સુરક્ષા


આતંકી હુમલાની આશંકાએ શામળાજી મંદિરમાં કડક સુરક્ષા : રાજ્યના અનેક મંદિરોમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો, સઘન સુરક્ષા

Advertisement

ભાજપ પ્રવક્તા નૂપુર શર્માની ટિપ્પણીને લઈને ગુજરાત સહીત સમગ્ર દેશમાં વિવાદ ઉભો થયા પછી આતંકી સંગઠન અલકાયદાએ ઉત્તર ભારત સહીત ગુજરાતમાં આતંકી હુમલાની ધમકી ઉચ્ચારતા રાજ્ય સરકારે દેવસ્થાન,મંદિરો તેમજ જાહેર સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા સૂચના આપવામાં આવી છે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં જીલ્લા પોલીસની સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે તદુપરાંત મંદિરના ટ્રસ્ટીઓએ સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહે તે માટે ખાનગી સિક્યુરિટી એજન્સીની મદદ લઇ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરી દીધા છે

Advertisement

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં જીલ્લા પોલીસવડા સંજય ખરાતે આતંકી હુમલાની આશંકાએ હથિયાર ધારી પોલીસ અને હોમગાર્ડ જવાનો મંદિર પરિસર પ્રવેશદ્વાર સહીત સ્થળે રાઉન્ડ ધી ક્લોક ફરજ માટે તૈનાત કરી મંદિરની સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દીધી છે

Advertisement

શામળાજી મંદિર રાજસ્થાન રાજ્યને અડીને આવેલ હોવાથી દરરોજ હજ્જારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડ પણ ગોઠવવામાં આવે છે મંદિર ની ચારેતરફ સી.સી.ટી.વી કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જણાય તો તાત્કાલિક પોલીસ નો સંપર્ક સાધવામાં આવેની જાહેરાત તેમજ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે મંદિર પરિસરમાં તથા બજાર વિસ્તારમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર રતનપુર પોલીસ ચોકી પર પોલીસ નાં જવાનો વધારી‌ દેવામાં આવેલ છે રાજસ્થાન તરફથી આવતા વાહનો નું સધન ચેકીંગ કરીને પ્રવેશ આપવામાં આવે છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!