30.4 C
Gujarat
Thursday, October 1, 2026
Home પીપલ લંડનમાં લોક ગાયિકા ગીતા રબારી અને રાજભા ગઢવીએ ધૂમ મચાવી, થયો ડોલર...

લંડનમાં લોક ગાયિકા ગીતા રબારી અને રાજભા ગઢવીએ ધૂમ મચાવી, થયો ડોલર અને પાઉન્ડનો વરસાદ, જુઓ Video

0

મહેન્દ્ર બગડા, મેરા ગુજરાત

લંડનના ડાયરામાં કલાકારો પર પાઉન્ડ અને ડોલરનો વરસાદ

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. હાલ લંડનના હેરો શહેરમાં ગુજરાતી લોકડાયના પ્રસિધ્ધ કલાકાર રાજભા ગઢવી અને લોકગાયીકા ગીતાબહેન રબારીએ સૌરાષ્ટ્ર અને ગુજરાતની લોકસંસ્કૃતીને જાણે કે જીવંત કરી દીધી. સેવન સ્ટાર ગૃપ અને ખેમરાજ ગોહિલ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં કલાકારો પર પાઉન્ડ અને ડોલરનો વરસાદ વરસી ગયો. લંડનમાં વસતા ગુજરાતીઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. ડાયરામાં રાજભા ગઢવી અને ગીતાબહેને જે રંગ જમાવ્યો તેના કારણે  થોડા સમય માટે આ લંડન નહી પરંતુ ગુજરાત અને કાઠિયાવાડ  હોય તેવુ વાતાવરણ સર્જાઈ ગયુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!