34 C
Ahmedabad
Friday, May 17, 2024

અરવલ્લી : શામળાજી આશ્રમ ખાતે પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત કરતાં દીવ-દમણના પ્રસાશક પ્રફુલ પટેલ


દીવ દમણ દાદરા નગર હવેલી ના પ્રસાશક પ્રફુલ્લ પટેલ નાં હસ્તે ભૂમિપૂજન શિલાન્યાસ વિધિ કરવામાં આવી

Advertisement

શામળાજી નજીક આશ્રમ ચાર રસ્તા પાસે ટ્રાફિક વધુ હોય છે આ વિસ્તારમાં ક્રાઇમ ઓછો થાય અને જનતા ને સગવડ મળી રહે તે હેતુથી આશ્રમ ચાર રસ્તા પાસે પોલીસ ચોકી ઉભી કરવામાં આવશે પોલીસ ચોકી માટે આદિવાસી સેવા સમિતિ દ્વારા જમીન દાનમાં આપવા માં આવી હતી આ પોલિસ ચોકી બનાવવાનો તમામ ખર્ચ સાબરડેરી એ સંપૂર્ણ સહયોગ આપ્યો છે ડેરીના ચેરમેન શામલભાઈ બી પટેલ દ્વારા આ ચોકી બનાવવાનો ખર્ચ તથા અંદર ફર્નિચર પણ બનાવી આપવાની જાહેરાત કરી હતી આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના પોલીસ વડા સંજય ખરાત સાબરડેરીના ચેરમેન શામલભાઈ પટેલ ડિરેકટરોજસુભાઇ પટેલ, જ્યંતી ભાઈ પટેલ,જેશીંગભાઈ પટેલ, અને આદિવાસી સેવા સમિતિ નાં રતુભાઇ ભગોરા પી સી બરંડા નિલાબેન મોડીયા રણવીરસિંહ ડાભી તથા મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તાર માં જે ગેરકાનૂની રીતે કામ કરતાં લોકો પર પોલીસ ની હાજરી થી ક્રાઇમ ઓછો થશે તથા આ વિસ્તાર ની જનતા અડધી રાત્રે પણ આ વિસ્તારમાં ફરી શકશે તેમને જમીન દાનમાં આપનાર આદિવાસી સેવા સમિતિ તથા સાબરડેરીના ચેરમેન નો પણ આભાર માન્યો હતો આ જનભાગીદારી થી આધુનિક પોલીસ ચોકી બનશે આ પ્રસંગે અરવલ્લી પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે આ પોલિસ ચોકી બે મહિના માં તૈયાર થઈ જશે શામળાજી પીએસઆઈ બી એચ ચોહાણ દ્વારા મહેમાનો આભાર માન્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!