સાબરકાંઠા એલસીબી પોલીસે ખેડ તસીયા રોડ પરથી પસાર થતી સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ અને બીયરના ટીનનો જથ્થો મોટી માત્રામાં ઝડપી પાડી હિંમતનગરના રાયકાનગરમાં રહેતા બુટેલગર મયુર નાયી ને દબોચી લઇ 4.08 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ગુજરાતમાં દારૂબંધી પર સરકાર સખત પગલા લેવાની વાત કરી રહી છે ત્યારે ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરો ઝડપાયા છે ત્યારે સાબરકાંઠા એલસીબી પોલીસે ખાનગી બાતમી મળી હતી કે ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારના ખેડ તસિયા રોડ પર કેયુવી હન્ડ્રેડ ગાડીમાં ધવલ જયસ્વાલ આગળ રહી પાયલોટિંગ કરી રહ્યો છે અને તેની પાછળ મારુતિ સુઝુકી ની સ્વિફ્ટ ગાડી નં. જી. જે.09.એ.ક્યું.3693 માં દારૂ ભરી ખેડ તસિયા રોડ પરથી છે રોડ પરથી આવી રહેલ છે અને તેની અંદર વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોય તેવી બાતમી મળી હોવા એલસીબીની ટીમે હિંમતનગર તરફ જતા બ્રિજના છેડે નાકાબંધી કરી ગાડીને રોકવા જતાં બંને ગાડીઓ નાકાબંધી તોડી શહેરમાં થઈ નવી સિવિલ થી આકોદરા થી નિકોડા થઈ તખતગઢ ની સીમમાં જય ગાડી રસ્તા પરથી ઉતરી જતા ઉભી રહી ગઇ હતી પોલીસે ગાડી તપાસી જોતા ગાડીમાંથી જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ગાડીના ડ્રાઈવર મયુર હસમુખ ભાઈ મૂળ રહેવાસી નિકોડા તાલુકો હિંમતનગર હાલ રહે રાયકાનગર હનુમાનજી મંદિર પાસે હિંમતનગર ના આરોપીને પકડી પાડી પૂછપરછ કરતા આ વિદેશી દારૂ અલગ અલગ જગ્યાએ પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું સદર પોલીસે તેની અટકાયત કરી ધવલ જયસ્વાલે વિદેશી દારૂ મંગાવનાર અન્ય આઠ લોકોના નામ આપ્યા હતા જેની સાબરકાંઠા લોકલ ક્રાઈમબ્રાન્ચે તપાસ હાથ ધરી છે
પકડાયેલા આરોપી 1. મયુર હસમુખભાઈ નાયી રહે. રાયકાનગર તા. હિંમતનગર. સાબરકાંઠા
પકડવાના બાકી આરોપી
1. ધવલ સુમનભાઈ જયસ્વાલ(પાયલોટિંગ કરનાર, દારૂનો જથ્થો ભરાવનાર) રહે. હિંમતનગર
2. કિરણ હંસાજી બારોટ રહે હિંમતનગર( માલ મંગાવનાર)
3. દિપક ઉર્ફે દિપુ શ્રવણભાઈ ભાટ રહે હિંમતનગર (માલ મંગાવનાર)
4. જગદીશ છે ઉર્ફે જોગેન્દ્ર સિંહ રહે હાપા (માલ મંગાવનાર)
5. મહેશસિંહ રમણસિંહ પરમાર હે નનાનપુર (માલ મંગાવનાર)
6. સત્તર ભાઈ ખોખરા રહે અમદાવાદ (માલ મંગાવનાર)
7. દેવિલાલ મોડજી કલાલ રહે. બસ્સી જંજાવત ઉદયપુર રાજસ્થાન (માલ ભરી આપનાર ઠેકા વાળા)
8. સુરેશ પન્નાલાલ કલાલરહે કેજડ તા. સરાડા ઉદયપુર રાજસ્થાન (માલ ભરી આપનાર ઠેકા વાળા)
