42 C
Ahmedabad
Sunday, May 19, 2024

અરવલ્લીની ધરા પર BJP પ્રદેશ પ્રમુખની હૂંકાર, કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત થશે, ચૂંટણી પહેલા ઐતિહાસિક શક્તિ પ્રદર્શન


અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વન ડે વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત પેજ સમિતી કાર્યક્રમ યજોવામાં આવ્યો હતો, જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ માટે અનેકવિધ કાર્યક્રમો મોડાસા ખાતે યોજાયા હતા, જેમાં રોડ શો મુખ્યત્વે હતો. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક રોડ શો યોજનામાં આવ્યો હતો. મોડાસાના ડુઘરવાડા ચોકડીથી આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ ભાજપના આગેવાનો, સાંસદ, જિલ્લા ભાજપ સંઘઠનના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા.

Advertisement

Advertisement

વિધાનસભાની ચૂંટણીમાં જીત પહેલા જ ઉત્સાહનો માહોલ : પ્રદેશ પ્રમુખ

Advertisement

જિલ્લાની ત્રણેય બેઠક પર કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત કરવાની જવાબદારી મતદારોને સોંપતા પ્રદેશ પ્રમુખ

Advertisement

વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીનું શક્તિ પ્રદર્શન મોડાસામાં જોવા મળ્યું હતું અને એવું માનવામાં આવે છે કે, આ રોડ શો પ્રથમવાર અરવલ્લી જિલ્લામાં થયો છે. વિધાનસભાની ત્રણેય બેઠકો જીતવા માટે જિલ્લા ભાજપે અત્યારથી જ કમર કસી હોય તેવું સ્પષ્ટ લાગે છે.

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા અલગ- અલગ 12 જેટલી પ્રતિમાઓ બનાવી છે, જેનું લોકાર્પણ ભાજપ પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું. આ શરૂઆત ડુઘરવાડા ચોકડીથી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરીને ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, મોડાસાના ડુઘરવાડા ચોકડીથી યોજાયેલા ઐતિહાસિક રોડ શો મોડાસાના ડીપ વિસ્તા સુધી પહોંચ્યો હતો, જ્યાં સંત જેસિંગ બાપાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું, ડીપ વિસ્તારમાં રોડ શો પૂર્ણ થયા પછી શામળાજી હાઈવે પર જિલ્લા પંચાયત નજીક જાહેર સભા યોજવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિશાળા જનમેદની સાથે કાર્યકરો ઉમટી પડ્યા હતા, જેઓને સંબોધન કરતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલમાં પણ જુસ્સો જોવા મળ્યો હતો.

Advertisement

C R Patil ની જાહેરસભા
શામળાજી રોડ પર યોજાયેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની જાહેરસભાને સંબોધન કરતા પ્રદેશ પ્રમુખે કોંગ્રેસ પર આક્ષેપો કર્યો હતો, અને આ વખતે કોંગ્રેસની ડિપોઝિટ પણ જપ્ત થશે. અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખે કાર્યકરોને આહ્વાહન કર્યું હતું. આ સાથે જ કેન્દ્ર સરકારની વિવિધ લોકહિતની યોજનાઓની સરાહના કરી લોકો સુધી યોજનાઓ પહોંચી હોવાનું પણ જણાવ્યું હતું.

Advertisement

Advertisement

ચૂંટણી પહેલા શક્તિ પ્રદર્શન..!!
રાજનિતીના તજજ્ઞો માની રહ્યા છે કે, અરવલ્લી જિલ્લામાં ચૂંટણી પહેલા આ ઐતિહાસિક અને ખૂબ જ મહત્વપૂર્ણ રોડ શો છે. આ પહેલા આવો રોડ શો અરવલ્લી જિલ્લામાં થયો નથી, માટે જ આ એક ઐતિહાસિક કહી શકાય. આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ પહેલા ભાજપનું શક્તિ પ્રદર્શન મોડાસા ખાતે જોવા મળ્યું હતું, આ શક્તિ પ્રદર્શનમાં તમામ મંડલ, તમામ મોરચાના આગેવાનો અને તમામ કાર્યકરો જોડાયા હતા.

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લામાં કેમ થયું શક્તિ પ્રદર્શન તે પણ જાણો
અરવલ્લી જિલ્લો એ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, ત્રણેય બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યો છે, જેમાં માલપુર, બાયડ અને મોડાસા બેઠકનો સમાવેશ થાય છે. મોડાસા બેઠક પર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, બાયડ બેઠક પર જશુભાઈ પટેલ અને ભિલોડા બેઠક પર દિવંગત ડો. અનિલ જોષીયારા હતા. ત્યારે આ ત્રણેય બેઠકમાંથી ભિલોડાની બેઠક પર દિવંગત ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાના પુત્ર ભાજપમાં જોડાયા છે, ત્યારે ભાજપને એક આશા બંધાઈ છે. તો બીજી બાજુ મોડાસાની બેઠક પણ ભારતીય જનતા પાર્ટી માટે મહત્વની બેઠક છે, માટે ડુઘરવાડા ચોકડીથી ભાજપે રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. ડુઘરવાડા ચોકડીથી યોજાયેલા રોડ શોમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને જન સમર્થન પણ મળ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!