28 C
Gujarat
Friday, August 21, 2026
Home ગુજરાત મોડાસાની આન-બાન-શાન : 40 મીટર ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ

મોડાસાની આન-બાન-શાન : 40 મીટર ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ

0
206

અરવલ્લી જિલ્લાના મોડાસામાં સંગઠન દ્વારા વિવિધ વિકાસના કાર્યો કરવામાં આવ્યા હતા, તેનું લોકાર્પણ ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે કરવામાં આવ્યા હતા. મોડાસા નગર પાલિકા ખાતે તૈયાર કરવામાં આવેલા 40 મીટર ઊંચા તેમજ 30*20 રાષ્ટ્રધ્વજનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. મોડાસાના મુખ્ય ચાર રસ્તા પર હવે રાષ્ટ્રધ્વજ શાનથી લહેરાતો નજરે પડતા સૌ કોઇ માનથી જોઇને માથુ ગર્વથી ઊંચુ કરે છે.

થોડા સમય પહેલા પલિકા દ્વારા જિલ્લાના સૌથી મોટા રાષ્ટ્રધ્વજને તૈયાર કરવામાં આવ્યો હતો, આ માટે મોડાસા નગર પાલિકા દ્વારા રાષ્ટ્રધ્વજનું કામકાજ મોરબીની એક કંપનીને સોંપ્યું હતું, જેણે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં 40 મીટર થી લઇને 50 મીટર સુધીના રાષ્ટ્રધ્વજ તૈયાર કર્યા છે, ત્યારે મોડાસા ખાતે પણ 40 મીટર ઊંચા રાષ્ટ્રધ્વજને તૈયાર કર્યો છે. થોડા દિવસે પહેલા આ રાષ્ટ્રધ્વજને તૈયાર કરીને મોડાસાના મુખ્ય ચાર રસ્તા પર લગાવવામાં આવ્યો હતો. ત્યારે ગુરૂવારના રોજ સવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત પ્રદેશના આગેવાનોની ઉપસ્થિતિમાં જિલ્લાના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ગુરૂવારે લોકાર્પણ કાર્યક્રમમાં મોડાસા શહેરના નાગરિકો તેમજ શાળાના વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓ પણ મોડાસાની આન-બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજને લહેરાતો જોવા માટે પોતાને પોતાને રોકી શક્યા નહોતા અને તમામ લોકોમાં રાષ્ટ્રધ્વજને જોઇને તમામ લોકોએ સલામી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!