26 C
Gujarat
Saturday, August 1, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસા નગરપાલિકાની વિવાદિત 12 કર્મચારીઓની ભરતી રદ્દ થઇ

અરવલ્લી : મોડાસા નગરપાલિકાની વિવાદિત 12 કર્મચારીઓની ભરતી રદ્દ થઇ

0
274

વર્ષ 2012 માં મોડાસા નગરપાલિકા દ્વારા કરાયેલી 12 કર્મીઓની વિવાદી ભરતી રદ કરતો મ્યુનસિપાલીટીઝ એડમિનિસ્ટ્રેશન કમિશનર ના હુકમ ને પડકારતી અરજી આજે શુક્રવારે હાઇકોર્ટે ખારીજ કરી હતી. છેલ્લા ઘણા સમય થી ચાલતા આ વિવાદ નો હવે અંત આવી ગયો હોય તેવુ લાગી રહ્યુ છે.

વર્ષ 2012 માં મોડાસા નગરપાલિકાના પ્રમુખે કામના ભારણ ની આડમાં કલેકટર ની બહાલી વિના 12 કર્મચારીઓની ભરતી કરી હતી. આ ભરતી ને જે તે સમયે જ જિલ્લા કલેકટર દ્વારા ગેરકાયદેસર ઠરાવી રદ કરાઈ હતી, ત્યારબાદ આ મામલો પ્રાદેશિક કમીશ્નરની કોર્ટમાં ચાલી જતાં સમગ્ર 12 કર્મીઓની ભરતી રદ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, આ ભરતી માં સરકાર ના જ ઠરાવો, જોગવાઈઓ અને પરીપત્રોનો સંદ્દતર અવગણ ના કરવામાં આવી છે. પ્રાદેશીક કમિશ્વનર ના ચુકાદાથી નાખુશ થઇ પ્રતિવાદિઓ એ મ્યુનસિપાલીટીઝ એડમિનિસ્ટ્રેશન કમિશનર ની કોર્ટ માં અરજી કરી હતી. જેમાં કેસ ચાલી પ્રાદેશિક કમીશ્નર ચુકાદો યથાવત રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રતિવાદીઓ આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો જ્યાં કોર્ટે અરજી ખારીજ કરી હતી
કયા પદો માટે ભરતી કરવામાં આવી હતી ?
પાલિકામાં ફાયર ઓફિસર,
ટાઉન પ્લાન ટેકનિકલ આસિસ્ટન્ટ,
કોમ્પ્યુટર ઓપરેટર,
સેનેટરી ઇન્સ્પેક્ટર,
કોમ્યુનિટી
વાયરમેન કમ ઇલેક્ટ્રિશિયન,
ડ્રાઈવર,
ક્લિનર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર
ફાયરમેન

હવે હાઇકોર્ટે અરજી ખારીજ કરતા કોને અસર થશે?
1. નિલેશભાઈ પ્રવિણભાઈ પટેલ
2. કૌશિક કુમાર કાંતિલાલ ગોર
3. ભાવેશકુમાર હીરાભાઈ પટેલ
4. મિકેતકુમાર રમેશભાઈ પટેલ
5. જશવંતકુમાર ડાહ્યાભાઇ સગર
6. દિવ્યાંકભાઈ યશવંતભાઈ ભટ્ટ
7.સુનિલભાઈ ગુલાબસિંહ પુરોહિત
8. દેવાંગભાઈ છબીલદાસ સોની
9. કુંજન એચ.ચૌધરી
10. અવિનાશ હરેશભાઈ કડિયા
11. સંજયભાઈ ગોરધનભાઈ રાઠોડ
12. કમલકુમાર ઇશ્વરભાઇ ચૌધરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!