38 C
Gujarat
Sunday, July 12, 2026
Home રાજનીતિ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા હિંમતગનર ખાતે વિરોધ પ્રદર્શન, ભાજપ દ્વારા કિન્નાખોરી દાખવતા...

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા હિંમતગનર ખાતે વિરોધ પ્રદર્શન, ભાજપ દ્વારા કિન્નાખોરી દાખવતા હોવાનો આક્ષેપ

0
234

જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના ટાવરચોક ખાતે ધારણા અને વિરોધ પ્રદર્શન
ભાજપ દ્વારા કિન્નાખોરી દાખવતા હોવાના અને સત્તા ના દૂરઉપયોગ કરવા ના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન

વિધાનસભા ની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે જૂદી જુદી પાર્ટી ઓ દ્વારા ધરણાં કાર્યક્રમ અને વિરોધ પ્રદ્શન ના કાર્યક્રમો પર જોર મૂકવા માં આવ્યું છે ત્યારે સાબકાંઠા કૉંગ્રેસ ના પ્રમુખ કમલેશ પટેલ, પ્રદેશ મહામંત્રી થતા પ્રભારી વિજયભાઈ તેમજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા આજે હિંમતનગર ટાવરચોક ખાતે ધરણાં કરી ભાજપ પર આક્ષેપો કર્યા હતા. તેમાં સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશ પટેલ એ જણાવ્યુ હતું કે ભાજપ સરકાર સત્તાનો દૂર ઉપયોગ કરી વારંવાર કેન્દ્રીય એજન્સીઓ દ્વારા રાહુલ ગાંધી ને એ ડી ના મુદ્દાઓ ને લઇ ને હેરાન કરવા માં આવે છે. જોકે વધતી જતી મોંઘવારી તેમજ પેટ્રોલ ડીઝલ ના મુદ્દાઓ પર થી લૉકો નુ ધ્યાન હટાવવા માટે ભાજપ સરકાર રાહુલ ગાંધીને હેરાન કરી રહી છે તેમ કમલેશપટેલે જણાવ્યુ હતું. ભાજપ દ્રારા કિન્નાખોરી રાખી સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરી રાહુલ ગાંધીને હેરાન કરવામાં આવે છે તેવા આક્ષેપને લઈને ટાવર ચોક ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ ત્યારે પોલીસે ધરણા કરતા કોંગ્રેસ પ્રમુખ, હોદ્દેદારો અને કાર્યકરો સહિત ૩૫ થી વધુની અટકાયત કરી હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!