38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પંજાબ જીત્યા પછી AAP માં ઉત્સાહ, ગુજરાત તરફ કૂચ, મોડાસામાં વિજય તિરંગા...

પંજાબ જીત્યા પછી AAP માં ઉત્સાહ, ગુજરાત તરફ કૂચ, મોડાસામાં વિજય તિરંગા યાત્રાનું આયોજન

0
584

પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થતાં રાષ્ટ્રીય કક્ષાએ એક અલગ જોશ જોવા મળી રહ્યો છે. હવે આમ આદમી પાર્ટીમાં ગુજરાતની ચૂંટણી તરફ ધ્યાન દોરાયું છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે 14 માર્ચ સોમવારના રોજ વિજય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દિલ્હી વિધાનસભાના ધારાસભ્ય અજેશ યાદવ ખાસ ઉપસ્થિત રહેવાના છે.

મોડાસા ખાતે યોજાનારા AAP ની આગામી 14 માર્ચને સોમવારના રોજ વિજય તિરંગા યાત્રાને લઇને મોડાસા ખાતે આવેલ આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા આપ ના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, અને વિજય તિરંગા યાત્રાને લઇને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા આપ ના આગેવાને મોડાસાથી પરિવર્તન થાય તે માટે આહ્વહન કર્યું છે. આ સાથે જ જિલ્લાના તમામ કાર્યકરોને વિજય તિરંગા યાત્રામાં જોડાવા કાર્યકરોને અપીલ કરી, સાંભળો શું કહ્યું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!