33 C
Ahmedabad
Monday, May 20, 2024

મોડાસા: શૈક્ષણિક સંકુલમાંથી ધોળે દહાડે વિદ્યાર્થિનીના અપહરણથી ચકચાર, પોલીસે વિદ્યાર્થિને બચાવી લીધી, અપહરણકારો ફરાર


અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે જીલ્લામાં ચોરી, હત્યા સહિત અપહરણના ગુનામાં નોંધપાત્ર વધારો થઈ રહી છે. મોડાસા શહેરની જાણીતી શૈક્ષણિક સંકુલમાંથી ધો.11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ચાલુ વર્ગમાંથી બે શખ્શ શ્રીમત પ્રસંગ હોવાથી લેવા આવ્યા હોવાનું જણાવી અપહરણ કરી ફરાર થઈ જતાં શિક્ષકને દાળમાં કઈ કાળું લાગતા પરિવારજનોને જાણ કરતા બંને પરિવારજનો ચોકી ઉઠ્યા હતા અને વિદ્યાર્થિનીનું અપહરણ થતાં તાબડતોડ ટાઉન પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઈ હતી. વિદ્યાર્થિનીનું અપહરણ કરનાર ત્રણ અપહરણકારોને પોલીસ પીછો કરતી હોવાની ગંધ આવી જતા ગણેશપુર નજીક ઉતારી દેતાં વિદ્યાર્થિનીનો આબાદ બચાવ થયો હતો. પોલીસ અપહરણની ઘટનાની ગંભીરતા સમજી એક્શન મોડમાં આવતા વિદ્યાર્થિનીનો આબાદ બચાવ થયો હતો.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા શહેરના ખ્યાતનામ શૈક્ષણિક સંકુલમાં ગ્રામ્ય વિસ્તારની ધો.11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થી શુક્રવારે શાળામાં આવી હતી ત્યારે સીતપુર ગામના દીપક રમેશ ચૌહાણે ગામના જ વિશાલ જીવણભાઈ રબારી અને રાજુ પટેલને શાળામાં મોકલી આપ્યા હતા બંને શખ્સ શાળામાં પહોંચી વિદ્યાર્થિનીના ક્લાસરૂમમાં પહોચી વિદ્યાર્થિનીને શ્રીમંતનો પ્રસંગ હોવાથી ઘરેથી લેવા આવ્યા હોવાનું જણાવી વિદ્યાર્થિનીનું અપહરણ કરી લઈ જતાં એક શિક્ષકની નજર વિદ્યાર્થિની સાથે રહેલા બે શખ્સ શંકાસ્પદ લાગતા તરતજ વિદ્યાર્થિનીના પરિવારજનોને જણાવતા તેમને કોઈને લેવા મોકલ્યા નથી જણાવી વિદ્યાર્થિનીનો પરિવાર શાળામાં દોડી આવ્યો હતો વિદ્યાર્થિનીનું અપહરણ થતાં ટાઉન પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઇ હતી.

Advertisement

વિદ્યાર્થિનીના પરિવારજનોએ ટાઉન પોલીસને જાણ કરી દીધી હોવાની જાણ અપહરણકારોને કરી દેતા ગભરાઈ ઉઠ્યા હતા અને વિદ્યાર્થિનીને ગણેશપુર નજીક ઉતારી દઈ રિક્ષામાં પરત મોકલી આપી હતી વિદ્યાર્થિનીનું અપહરણ કરનાર મુખ્ય આરોપી દીપક રમેશ ચૌહાણ પરણિત અને એક પુત્રનો પિતા હોવાનું બહાર આવ્યું હતું. અપહરણ કરનાર ત્રણેય આરોપીઓ ફરાર થઈ જતાં પોલીસે ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મોડાસા ટાઉન પોલીસ વિદ્યાર્થિનીના કાકાની ફરિયાદના આધારે સીતપુરના દીપક રમેશ ચૌહાણ, વિશાલ જીવણ રબારી અને રાજુ પટેલ નામના શખ્શો સામે અપહરણનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!