37 C
Ahmedabad
Friday, May 17, 2024

ઇમ્પેક્ટ મેરા ગુજરાત : માલપુર ST સ્ટેશનમાંથી છૂટા કરાયેલા સફાઈ કામદારોને પરત લેવાયા


મેરા ગુજરાત લોક વાચા આપવામાં સફળ સાબિત થયું છે. ફિયરલેસ જર્નાલિઝમના સુત્રને સાર્થક કરતા સફાઈ કામદારોનો અવાજ બનતા સફાઈ કામદારોમાં આનંદ છવાઇ ગયો છે. માલપુર એસ.ટી. બસ સ્ટેશનમાં કામ કરતા પાંચ જેટલા સફાઈ કામદારોને અચાનક છૂટા કરી દેવાતા રોષ વ્યાપી ગયો હતો અને તમામ સફાઈ કામદારોએ માલપુર એસ.ટી. બસ સ્ટેશન ખાતે ધરણાં યોજ્યા હતા, જેમાં ગુજરાત વાલ્મિકી સંગઠનના આગેવાન લાલજી ભગત સહિતના આગેવાનો જોડાયા હતા. કોઇપણ કારણવિના સફાઈ કામદોરાને છૂટા કરી દેવાતા રોષ જોવા મળ્યો હતો, ત્યારે મેરા ગુજરાતની ધારદાર કલમથી એસ.ટી. વિભાગને સફાઈ કામદારોની વેદનાને અનુભવતા હ્રદય પીગળી ગયું.

Advertisement

Advertisement

શું હતી સમગ્ર ઘટના તે પણ જાણીએ

Advertisement

11 માર્ચના રોજ માલપુર બસ સ્ટેશનમાં કામ કરતા સફાઈ કામદારોને અચાનક છૂટા કરી દેવાયા હતા. માલપુર બસ સ્ટેશન નવું બન્યું ત્યારથી પાંચ જેટલા સફાઈ કામદારો કાર્યરત હતા. જેમાં મનોજભાઈ બાબુભાઇ બાલ્મિકી, કરણભાઈ સુખાભાઈ વાલ્મિકી, પુષ્પાબહેન અમૃતભાઈ વાલ્મિકી, લત્તાબહેન બાબુભાઈ બાલ્મિકી અને નિતાબહેન દીપકભાઈ વાલ્મિકી કાર્યરત હતા, જેઓને અચાનક છૂટા કરી દેવાતા તેઓના માથે આભ તૂટી પડવા જેવી સ્થિતીનું નિર્માણ થયું હતી, જે અંગે મેરા ગુજરાત સફાઈ કામદારોનો અવાજ બન્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!