38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત Exclusive : કોરોના કાળમાં બે વર્ષ ‘ક્વોરેન્ટાઇન’ રહ્યા બાદ જગતના નાથ નગરચર્યા...

Exclusive : કોરોના કાળમાં બે વર્ષ ‘ક્વોરેન્ટાઇન’ રહ્યા બાદ જગતના નાથ નગરચર્યા કરશે : મોડાસા રથયાત્રાનો રૂટ લંબાયો

0
212

અષાઢી બીજ ભગવાન ભક્તોને દર્શન આપશે

1લી જુલાઈએ નીકળનારી 40 મી રથયાત્રાની તાડામાર તૈયારીઓ શરૂ

ઉત્તર ગુજરાતમાં ભવ્યાતીભવ્ય રથયાત્રા મોડાસા શહેરમાં યોજાય છે જેમાં ખુદ ભગવાન જગન્નાથ દર્શન આપવા નીકળતા હોવાથી ભક્તો પણ આતુરતા પૂર્વક આવકારવા અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે વૈશ્વિક મહામારી કોરોનાની આડ અસર ધાર્મિક પર્વો અને પરંપરા ઉપર પણ પડી હતી. ભગવાનને પણ રથયાત્રામાં સતત બે વર્ષ ક્વોરેન્ટાઇન રહેવું પડયું હતું ત્યારે આ વખતે ભક્તોના દર્શન માટે ભગવાન બહાર પરિભ્રમણ કરશે.મોડાસાની 40 મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને આગામી અષાઢીબીજે એટલે કે, તા.૧લી જુલાઇના રોજ પરંપરાગતરીતે રથયાત્રા નિકળશે. રથયાત્રા સમિતિએ રથયાત્રા રૂટ અંગે પોલીસતંત્રને જાણ કરી દીધી છે મોડાસા શહેરમાં 6 કિલોમીટરથી લાંબી રથયાત્રા નીકળવાની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મોડાસામાં યોજાનારી રથયાત્રાના રૂટ અંગે રથયાત્રા ઉત્સવ સમિતિના પ્રમુખ દિલીપ ભાવસારે જાણકારી આપી હતી.

મોડાસા રથયાત્રા ઉત્સવ સમિતિના પ્રમુખ દિલીપ  ભાવસારના જણાવ્યા અનુસાર, 40 મી રથયાત્રાનો રૂટ લંબાવામાં આવ્યો છે .ભગવાન જગન્નાથની 40મી રથયાત્રા સવારે 11 કલાકે બાલકદાસજી મંદિરથી પ્રસ્થાન કરી સગરવાડા મહાકાળી મંદિર થી સરસ્વતી બાલમંદિર મોડાસા ચાર રસ્તા પર બપોરે પહોંચશે ત્યાંથી મેઘરજ રોડ ઉમિયા માતાજીના મંદિર થી ડી પી રોડ થઇ માલપુર રોડ પરથી ચાર રસ્તા થી બસ સ્ટેન્ડ અને કડિયાવાડા-ભાવસારવાડા હોળી ચકલા જૂની નગરપાલિકા પરબડી ચોક થી જૈન દેરાસર થી સાંજે 7 વાગે નીજ મંદિર પરત પહોંચશે 30 તારીખે ઓધારી માતાજી મંદિરે ભગવાન જગન્નાથનું મોમેરૂ ભરવામાં આવનાર છે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાના ભક્તોને રથયાત્રામાં જોડાવવા આહવાન કર્યું હતું

કોરોનાને કારણે ધાર્મિક પરંપરા પર પણ આડઅસર થતી હતી લોકડાઉનમાં મંદિરોને પણ તાળા વાગી ગયા હતા ત્યારે રોગચાળો વકરે નહીં તે માટે રથયાત્રા પણ બંધ રાખવામાં આવી હતી. સામાન્યરીતે અષાઢી બીજે રથમાં સવાર થઇને ભગવાન જગન્નાથજી ભક્તોને દર્શન આપવા બહાર નિકળતા હોય છે પરંતુ કોરોનાને કારણે સતત બે વર્ષ રથયાત્રા બંધ રાખવી પડી હતી.

રથયાત્રા સમિતિએ રૂટ અંગે પોલીસ અને તંત્રને જાણ કરી દીધી છે મોડાસા શહેરમાં આ વખતે પરંપરાગત રૂટ તેમજ મેઘરજ રોડ થી ડીપી રોડ અને માલપુર રોડ ઉપર 6 કિલોમીટર લાંબી રથયાત્રા નિકાળવાનો નિર્ધાર પણ સમિતિએ કરી દીધો છે. જે માટે રથને પણ સજ્જ કરવામાં આવી રહ્યો છે.ત્યારે કોરોનાને કારણે બે વર્ષ ક્વોરેન્ટાઇન રહ્યા બાદ આ વખતે એટલે કે, તા.૧લી જુલાઇને અષાઢી બીજે ભગવાન ભક્તોને દર્શન આપવા માટે રથમાં સવાર થઇને નગરની ચર્યા કરશે તેમ સ્પષ્ટ લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!