27.4 C
Gujarat
Saturday, August 1, 2026
Home રાષ્ટ્રીય Presidential Election 2022 : PM મોદીએ કહ્યું- મને વિશ્વાસ છે કે ,દ્રૌપદી...

Presidential Election 2022 : PM મોદીએ કહ્યું- મને વિશ્વાસ છે કે ,દ્રૌપદી મુર્મૂ દેશની મહાન રાષ્ટ્રપતિ બનશે

0
147

નવી દિલ્હી : NDA એ મંગળવારે રાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી. એનડીએના ઘટકોએ આદિવાસી નેતા દ્રૌપદી મુર્મૂના નામ પર મહોર લગાવી હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પત્રકાર પરિષદમાં તેમના નામની જાહેરાત કરી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ 25 જૂને પોતાનું નામાંકન દાખલ કરી શકે છે. નામની જાહેરાત બાદ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે મારું નામાંકન ‘સબકા સાથ, સબકા વિકાસ અને હવે સબકા વિશ્વાસ’ સાબિત કરશે.

પીએમ મોદીએ કહ્યું- તેમના જીવનમાંથી તાકાત આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામની જાહેરાત બાદ ટ્વીટ કરીને કહ્યું કે, દ્રૌપદી મુર્મૂજીએ પોતાનું જીવન સમાજની સેવા અને ગરીબો, દલિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના સશક્તિકરણ માટે સમર્પિત કર્યું છે. તેમની પાસે સમૃદ્ધ વહીવટી અનુભવ છે અને તેમનો કાર્યકાળ ઉત્તમ રહ્યો છે. મને ખાતરી છે કે તે આપણા દેશના મહાન રાષ્ટ્રપતિ બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!