38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ બેડજ જંગલ હત્યા કેસ : ફરિયાદીને ગુમરાહ કરનાર ‘સાક્ષી’ જ આરોપી નિકળ્યો,...

બેડજ જંગલ હત્યા કેસ : ફરિયાદીને ગુમરાહ કરનાર ‘સાક્ષી’ જ આરોપી નિકળ્યો, પોલિસની ઝીણવટભરી તપાસથી સાચો આરોપી ઝડપાયો

0
280

અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં બનેલી ચકચારી હત્યાની ઘટનાના પરથી આખરે પડદો ઊંચકાયો છે અને પોલિસે આરોપીને ઝડપી પાડ્યો છે, સમગ્ર ઘટનાને અંજામ આપનાર અને ફરિયાદેન ગેરમાર્ગે દોરનાર સાક્ષી જ આરોપી નિકળતા આરોપી કિરણ મનોહરલાલ ભગોરાને ઝડપી પાડ્યો છે. મેઘરજના મોટી પંડુલી ગામે રહેતી કોલેજીયન યુવતી ગૂમ થતાં પરિવારજનો પોલિસને જાણ કરતા પોલિસે તપાસ હાથ ધરી હતી અને 16 જૂન 2022 ના રોજ બેડજના જંગલમાંથી ગૂમ થયેલી કોલેજીયન યુવતીની લાશ મળી આવી હતી. યુવતીના લાશ મળી આપતા પરિવારજનોમાં રોષ વ્યાપી ગયો હતો અને સમગ્ર મામલે પોલિસે બે લોકોના નામ જોગ અને અન્ય 2 મળી કુલ 4 લોકો સામે ગુનો નોંધ્યો હતો. સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ કરતા આ કેસમાં સાક્ષી બનેલ વ્યક્તિ કિરણ મનોહરલાલ ભગોરા આરોપી નિકળ્યો હતો, જેને પોલિસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રેમમાં શંકા કરી હત્યાની ઘટનાને અંજામ
આરોપી કિરણ મનોહરલાલ ભગોરાએ પોલિસ તપાસ દરમિયાન કબૂલ્યું છે કે, મૃતક યુવતીને છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સંબંધમાં હતો, અને અવાર-નવાર તેઓ એકબીજાને મળતા હતા. ગત 14 જૂન 2022 ના રોજ બન્ને લોકો બપોરના 2 વાગ્યાના અરસામાં બેડજના જંગલમાં મળવા ગયા હતા, જ્યાં મૃતક યુવતી પર અન્ય યુવકના ફોન અને મેસેજ આવતા હતા, જે જોઇએ આરોપી કિરણે મૃતક યુવતી પર શંકા કરી કે, તારે અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ છે તેમ કહીને જોરથી લાફો માર્યો હતો, લાફો મારતા જ યુવતી નીચે પટકાતા માથાના ભાગે ઇજાઓ પહોંચતા બેભાન થઇ હતી. આરોપીને લાગ્યું કે, યુવતી મરી ગઇ છે એવું માનીને યુવતીના દુપટ્ટાથી ગળે ફાંસો આપી બોરડીના ઝાડ ઉપર બાંધી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આરોપીએ બચવા માટે બીજાને ધંધે ચઢાવ્યા…!!
આરોપી કિરણ મનોહરલાલ ભગોરાએ યુવતીની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ પોતે નિર્દોષ છે, તે માટે ફરિયાદીને ગેરમાર્ગે દોરવાનું શરૂ કર્યું હતું. હત્યાની ઘટનાને અજામ આપી આરોપી પોતાના ઘરે આવી ગયો હતો અને બીજા દિવસે ફરિયાદીની સાથે રહેતો અને તેમને ગેરમાર્ગે દોરતો હતો. આરોપી પોતાને બચાવવા માટે ફરિયાદીને અન્ય લોકોના નામ આપતો હતો અને મૃતક યુવતીને માથાના ભાગે પાઈપ મારી અપહરણ કરવામાં આવ્યું હતું અને મોટર સાયકલ ઉપર બેસાડી બેડજના જંગલમાં લઇ જઇ મારી નાખવામાં આવી છે અને લાશને ઝાડ પર લટકાવવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઇને પોલિસે ઝીણવટભરી તપાસ કરતા સાક્ષી જ આરોપી નિકળ્યો હતો.

આરોપીએ પુરાવાનો નાશ કર્યો
બેડજ જંગલમાં બનેલી હત્યાની ઘટનાને લઇને પોલિસે તપાસ કરતા મૃતક યુવતીનો મોબાઈલ ફોન પોલિસે આરોપી કિરણ મનોહરલાલ ભગોરાના ઘરેથી કબજે કર્યો છે. આરોપીએ પુરાવાનો નાશ કરવા માટે મૃતક યુવતીના મોબાઈલનું સીમકાર્ડ તેમજ પોતાના મોબાઈલનું સીમકાર્ડ તોડી ક્યાંક ફેંકી દીધું છે, જેની તપાસ હાલ ચાલુ છે. પોલિસે આરોપી પાસેથી મૃતક યુવતીનો મોબાઈલ, ગુન્હામાં વપરાયેલ મોટર સાયકલ તેમજ આરોપીએ પહેરેલા કપડા કબજે કર્યા છે.

સાંભળો અરવલ્લી જિલ્લા પોલિસ વડાએ શું કહ્યું,,,

પોલિસની સરાહનિય કામગીરીથી નિર્દોષ લોકોને આંચ ન આવી
સામાન્ય રીતે ક્રાઈમની ઘટનાઓ ઘટે ત્યારે પોલિસ ફરિયાદ થતી હોય છે, આવા સમયે કેટલીકવાર આરોપીઓ પોતે બચવા અને અંગત અદાવતમાં બીજાના નામ લખાવવામાં સાક્ષી બની જતા હોય છે. બસ આવું જ કંઇક આ ઘટનામાં બન્યું હતું, અને સાચો આરોપી સાક્ષી બનીને ફરિયાદીને ગેરમાર્ગે દોરતો રહ્યો અને પોલિસ ઉલટી દીશામાં તપાસ કરતી રહી, પણ પોલિસે પોતાની સૂઝબૂઝથી તપાસ કરતા સાચો આરોપી ઝડપાયો અને નિર્દોષ લોકોને આંચ ન આવવા દીધી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!