33 C
Ahmedabad
Monday, May 20, 2024

અરવલ્લીમાં મેઘો રિસાયો, ઉપરવાસમાં મહેરબાન, ભિલોડાના ચુનાખાન હાથમતી નદી બે કાંઠે વહી, કાંઠા વિસ્તારથી દૂર રહેવા તંત્રની અપીલ


અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે વર્ષથી મેઘો રિસામણયો થયો હોય તેવું લાગે છે, જેને લઇને ગયા વર્ષે ચોમાસામાં તમામ જળાશયો 100 ટકા ભરાવાથી બાકી રહ્યા હતા, ત્યારે આ વર્ષે પણ ચોમાસુ શરૂ થયું છે છતાં હજુ વરસાદ માટે લોકો રાહ જોઇ રહ્યા છે, તો બીજી બાજુ ઉપરવાસમાં વરસાદથી ભિલોડા પંથકમાંથી પસાર થતી હાથમતી નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં વરસાદ થતાં ચુનાખાન ગામેથી પસાર થતી નદી બે કાંઠે વહેતી થઇ છે, જેને લઇને તંત્ર દ્વારા અલર્ટ આપવામાં આવ્યું છે.

Advertisement

જુઓ ભિલોડાના ચુનાખાન ગામે પસાર થતી નદીનો વીડિયો

Advertisement

હાલ અરવલ્લી જિલ્લામાં મેઘરાજા રિસાયા હોય તેવું લાગે છે, જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં ધોધમાર વરસાદ તમામ તાલુકાઓમાં થયો પણ હવે જિલ્લામાં વરસાદ આવવાના એંધાણ દેખાતા નથી, વાતાવરણમાં પલટો આવે છે પરંતુ વરસાદ પાછો ખેંચાઈ જાય છે આ વચ્ચે ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતાં જિલ્લાના ભિલોડા પંથકમાંથી પસાર થતી હાથમતી નદીમાં નવા નીર આવતા આસપાસના લોકોમાં ખુશી પ્રસરી છે, ઘણાં સમયથી તળિયા ઝાટક થયેલી નદીમાં હવે નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી પ્રસરી છે, તો બીજી બાજુ ચુનાખાન ગામ સુધી પાણીની આવક થતાં તંત્ર દ્વારા અલર્ટ આપવામાં આવ્યું છે અને નાગરિકોને નદીમાં કે કાંઠા વિસ્તારથી દૂર રહેવા તંત્ર દ્વારા અપીલ કરાઈ રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!