32 C
Ahmedabad
Saturday, May 25, 2024

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી…!! મેઘરજ કોલેજની વિદ્યાર્થીને પરીક્ષા બાદ અકસ્માત નડ્યો,બીજા દિવસે પણ પરીક્ષા આપી


કહેવાય છે કે ને હિંમતે મર્દા તો મદદ દે ખ઼ુદા પણ અહીં એક નારી શક્તિ પણ પોતાની કામયાબી નેઓછી આવા દે તેમ નથી ત્યારે વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકાના રાંજેડી ગામની અને મેઘરજ કોલેજ ખાતે સેમસ્ટર 2 માં અભ્યાસ કરતી મિતલબેન નામની વિધાર્થીની આર્ટસ કોલેજ ખાતે પ્રથમ વર્ષમાં સેમેસ્ટર 2 અભ્યાસ કરી રહી છે ત્યારે હાલ સેમેસ્ટર 2 ની યુનિવર્સીટી ની પરીક્ષા ચાલુ છે તેમાં મિત્તલબેન હાલ પરીક્ષા આપી રહ્યા છે પરંતુ ગઈકાલે પેપર પતાવ્યા પછી કોલેજમાંથી ઘરે જતા હતા ત્યારે મેઘરજ હરિઓમ વિધાલય આગળ અકસ્માત થતા પગના ભાગે વાગતા પગ ફેક્ચર થઇ ગયેલ હતા ત્યારે પોતાના પરિવારે તાત્કાલિક સારવાર કરાવી પગે પાંટો બાંધી સારવાર આપી હતી પરંતુ વિધાર્થીની પોતાના પગે ચાલી ન શકતી હતી અને એને તો દર્દ અને પરીક્ષા જાણે એક જ હોય તેવી રીતે હિંમત રાખી પોતાના પિતા અને માતા પોતાની દીકરી મિત્તલ ને લઇ કોલેજ ખાતે પ્રાયવેટ સાધન કરી પરીક્ષા અપાવવા પોહ્ચ્યા હતા ત્યાં તુરંત જ મેઘરજ કોલેજના પરીક્ષા સંચાલન એવા પ્રોફેસર રજનીકાંત આર રાઠોડ દ્વારા એક પલન્ગ ની વ્યવસ્થા કરાવી શાંતિ પૂર્ણ રીતે ઘાયલ વિધાર્થીની પરીક્ષા આપે તેવી સગવડ કરી એક માનવતા દાખવી હતી જેમાં કોલેજના પ્રિન્સિપાલ દવે સર સહીત કોલજના કર્મચારીઓ સાથે સારી એવી સગવડ આપી વિધાર્થીનીનું ભાવિ ન બગડે અને આગળ અભ્યાસ કરી શકે તે માટે સતત અઢી કલાક દીકરીની દેખરેક રાખી પરીક્ષા અપાવી હતી ત્યારે કહી શકાય કે પહેલા પરીક્ષા પછી જિંદગી જેમાં પરીક્ષા ખરેખર શું છે એ જાણવું હોય તો આ દીકરી નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકાય છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!