38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત શાળા પ્રવેશોત્સવ : હિંમતનગરની દેજરોટા પ્રાથમિક શાળામાં સાબરકાંઠા SP વિશાલકુમાર વાઘેલાએ બાળકોને...

શાળા પ્રવેશોત્સવ : હિંમતનગરની દેજરોટા પ્રાથમિક શાળામાં સાબરકાંઠા SP વિશાલકુમાર વાઘેલાએ બાળકોને પ્રવેશ કરાવ્યો

0
248

હિંમતનગરની દેજરોટા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવવ

સાબરકાંઠાના પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલા ની ઉપસ્થિતિમાં સરસ્વતી માં નો દીપ પ્રગટાવી બાળકોને પ્રવેશ

સૌપ્રથમ શાળાની બાળકીઓ દ્વારા પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલા નું તેમજ ગામના સરપંચનો કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું

આજથી સાબરકાંઠા જીલ્લા માં ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવ શરૂ થયો ત્યારે હિંમતનગર શહેરના દેજરોટા ગામની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૧ માં તેમજ આંગણવાડીમાં પ્રવેશ મેળવતા બાળકો ને સાબરકાંઠાના એસ.પી વિશાલકુમાર વાઘેલા ના કરકલમથી હાર્દિક સત્કાર કરી પ્રવેશ આપ્યો હતો. ત્યારબાદ શાળાના અને આંગણવાડીના બાળકોને પાટી-પેન અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોને તેમજ વાલીઓને ભણતર અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને બાળકોને ઉજ્વળ ભવિષ્ય ની શુભેચ્છાઓ પાઠવી હતી.

શાળા પ્રવેશોત્સવ ના કાર્યક્રમ દેધરોટા ગામના સરપંચ લીનાબેન પંડ્યા ડેપ્યુટી સરપંચ , કોંગ્રેસસિટ ના તાલુકા સદસ્ય,શાળાના આચાર્ય તેમજ ગામના આગેવાનો હાજરી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!