32 C
Ahmedabad
Wednesday, May 15, 2024

ખોટી FIR કરાવી તો ગયા સમજો… ભિલોડા ગેંગ રેપની ખોટી ફરિયાદ મામલે ફરિયાદી સામે ગુનો દાખલ કરાયો


અરવલ્લી જિલ્લામાં ખોટી રીતે ફરિયાદ કરાવવાની ધાક-ધમકી આપવાનો ટ્રેન્ડ વધી ગયો હોય તેવું લાગ છે, પણ આ બાબતે હવે અરવલ્લી જિલ્લા પોલિસ ગંભીર બની છે અને જો ખોટી ફરિયાદ દાખલ કરાઈ તો આવા લોકો સામે પણ પોલિસ ગુનો નોંધી રહી છે. હાલમાં બે બે ઘટનાઓમાં ફરિયાદી ખોટા સાબિત થયા હતા, જેને લઇને નિર્દોષ વ્યક્તિઓ પર માનહાનિ થતાં પોલિસ એક્શન મોડમાં આવી છે.

Advertisement

થોડા સમય પહેલા ભિલોડા પંથકમાં ગેંગ રેપની ફરિયાદ થઇ હતી, જેમાં પોલિસ તપાસમાં ગેંગ રેપ એ તરકટ સામે આવતા પોલિસ હવે કડક કર્યવાહી કરી છે અને ખોટી ફરિયાદ કરાવનાર તેમજ અન્ય એક વ્યક્તિ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

Advertisement

શું હતો સમગ્ર મામલો
તારીખ 11-06-2022 ના રોજ ભિલોડા તાલુકાના જસવંતપુરા ગામની સીમમાં જંગલમાં સગીરા સાથે કથિત ગેંગ રેપની ઘટના સામે આવી હતી, જેને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જે-તે સમયે ઘટના એવી હતી કે, સગીરાને ત્રણ ઇસમો જંગલમાં લઇ ગયા હતા અને ગેંગ રેપ કર્યો હતો. આ સાથે જ આરોપીઓએ સગીરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાને મદદગારી કરી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં ભિલોડા પોલિસ એક્શનમાં આવી ગઇ અને ભિલોડા પોલીસ ઇન્સપેક્ટર એમ.જી.વસાવા તેમજ તેમની ટીમ ધ્વારા તાત્કાલીક તે ગુન્હાની એફ.આઇ.આર. રજીસ્ટર કરવામાં આવી હતી. ઘટનાની ગાંભીરતા જોઇ પોલિસે આકાશ-પાતળ એક કરી ત્રણ આરોપીઓને તાત્કાલીક પકડી પાડ્યા હતા. ગેંગ રેપના ગુન્હાની આગળની તપાસ સંભાળી લઇ ભોગબનનાર સગીરાની જરૂરી મેડીકલ તપાસણી કરાવવામાં આવી હતી અને ફરીયાદ સબંધે સગીરાની વધુ પુછપરછ કરતા સગીરાએ જણાવેલ કે, આ ફરીયાદ ખોટી રીતે કુટુંબના અંગત અદાવતના કારણે આપવામાં આવી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. ત્યારબાદ પોલિસે ગુન્હાની વૈજ્ઞાનિક ઢબે ઉંડાણ પૂર્વક તપાસ કરતા સમગ્ર મામલો તદ્દન ખોટો અને ઉપજાવી કાઢેલ હોવાનું જણાઇ આવતા પોલીસ ઇન્સપેક્ટર એમ.જી.વસાવા ધ્વારા ગેંગરેપ બાબતે આપેલ ફરીયાદના ફરીયાદી તથા જે ઇસમના કહેવાથી આ ફરીયાદ ફરીયાદીએ આપેલ તે બન્ને વિરુધ્ધમાં ગંભીર કલમો મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

Advertisement

મેઘરજની મોટી પંડુલીમાં પણ આવું જ કંઇક થયું..!

Advertisement

હાલમાં જ મેઘરજની મોટી પંડુલીની એક કોલેજીયન યુવતીની લાશ 16 જૂન 2022 ના રોજ મળી આવી હતી, જેમાં પોલિસે 4 લોકો સામે ગુનો નોંધ્યો હતો, ત્યારબાદ પોલિસ ફરિયાદમાં સાક્ષી જ આરોપી નિકળ્યો હતો, અને જે લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, તે તમામ લોકોની હત્યામાં સંડોવણી સામે આવી નહોતી.

Advertisement

અરવલ્લી જિલ્લામાં આ મહિનામાં બે ઘટનાઓએ ચકચાર મચાવી હતી, જેમાં બન્ને ફરિયાદમાં આરોપીઓ નિર્દોષ સાબિત થયા છે. જિલ્લા પોલિસ તંત્ર દ્વારા ખોટી ફરિયાદ કરાવનારા સામે પણ ગંભીર કલમ લગાવીનો કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. ભિલોડામાં ગેંગ રેપ અને પોક્સો કલમ લગાવીને અંગત અદાવતમાં 3 ઇસમોને ફસાવવાના કેસમાં બે લોકો કે જેઓ ફરિયાદી હતી તેમની સામે પોલિસે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!