38 C
Gujarat
Sunday, July 12, 2026
Home Uncategorized અજીત ગઢવી-ઝાંબાઝ રીપોર્ટર, અવલ્લ દરજ્જાના એન્કર..

અજીત ગઢવી-ઝાંબાઝ રીપોર્ટર, અવલ્લ દરજ્જાના એન્કર..

0
270

મહેન્દ્ર બગડા
સાફ દિલ ઈન્સાન, બાહોશ ટીવી જર્નાલીસ્ટ અને રખાવટમાં અવલ્લ નંબર ધરાવનાર ભાવનગર સ્થીતી ટીવીનાઈન પત્રકાર અજીત ગઢવીનો આજે જન્મ દિવસ છે. સૌમ્ય, મીતભાષી અને મીત્રો અને પરિવાર માટે સદાય ખપી જવા તૈયાર રહેનાર અજીત ગઢવી ટીવીનાઈનનુ બહમુલ્ય ઘરેણું છે.

ટીવી પર આવતા કેટલાક સર્વાધીક લોકપ્રિય શો પૈકીના એક વાવણીના વધામણા કાર્યક્રમના એન્કર અજીત ગઢવી સદાય ગરીબો, વંચિતો અને અસહાય લોકોની મદદ માટે તત્પર હોય છે. પોતાની જ્ઞાતીના વિદ્યાર્થીઓ હોય કે પછી અન્ય કોઈ પણ જ્ઞાતીના વિદ્યાર્થીઓ માટે, અજીત ગઢવી ચોવિસ કલાક ઉપલબ્ધ હોય છે.

ભાવનગર જીલ્લામાં કોઈ પણ સીવીલ હોસ્પીટલ કે પીએચસી સેન્ટરમાં આવેલા દર્દીઓની મદદ હોય કે બીજી કોઈ સમસ્યા હોય અજીત ગઢવી કેમેરામેન સાથે સૌથી પહેલા પહોંચી દર્દીઓની મુશ્કેલીઓ દરુ કરવા માટે અડીખમ ઉભા રહે છે.

આમ તો ગઢવી પરિવાર ઉચ્ચ સરકારી નોકરીઓ સાથે સંકળાયેલ છે પરંતુ અજીત ગઢવીએ સરકારી નોકરીના બદલે મિડિયા પસંદ કર્યુ અને તેમાં તેઓ સફળ થયા છે. મિડિયા ઉપરાંત તેઓ ઉંડી બીઝનેસ કુનેહ ધરાવે છે. કન્સ્ટ્રક્શન અને ફુડ ઈન્ડસ્સ્ટ્રીઝમાં  પણ તેઓ સક્રીય છે.

જર્નાલીઝમમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થનાર અજીત ગઢવી કોઈ પણ ટાસ્ક માટે હંમેશા તૈયાર રહે છે. સૌરાષ્ટ્રમાં કોઈ પણ મોટી ઘટના બને એટલે ટીવીનાઈન તરફથી તેઓ તે ઘટનાનુ કવરેજ કરવા અચુક પહોંચી જાય છે, અને ચેનલને પણ તેની કાબેલિયત પર સંપુર્ણ ભરોસો હોય છે કે અજીત ગઢવી છે એટલે ચિંતા નહી.

અજીત ગઢવીની બીજી વિશેષતા એ છે કે ટોપ બ્યુરોક્રેટ્સ હોય કે મોટા ગજાના રાજનેતાઓ, તમામ સાથે તેઓ અઁગત ધરોબો ધરાવે છે. ભાવનગર જીલ્લાના તમામ મોટા રાજનેતાઓ અજીત ગઢવી માટે સન્માન ધરાવે છે અને તેમના સુચનોને ગંભીરતાપુર્વક લે છે.

અગેઈન, હેપ્પી બર્થ ડે ડિયર અજીત ગઢવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!