28 C
Gujarat
Friday, August 21, 2026
Home આંતરરાષ્ટ્રીય Afghanistan in Earthquake : પરિવારના તમામ લોકોના મોત, એકમાત્ર બચી ગયેલ નાની...

Afghanistan in Earthquake : પરિવારના તમામ લોકોના મોત, એકમાત્ર બચી ગયેલ નાની બાળકીનો ફોટો વાઈરલ

0
184

અફઘાનિસ્તાનમાં ભૂકંપે તબાહી મચાવી દીધા પછી અનેક લોકો પર આફત આવી પડી છે, કેટલાય લોકો ઘર વિહોણા થયા છે અને કેટલાય લોકોએ તેમના સ્વજનો ગુમાવી દીધા છે, આ વચ્ચે એક નાની બાળકીની તસ્વીર સામે આવી છે, જે એકમાત્ર ભૂકંપમાં બચી હોવાની વિગતો મળી છે. નાની બાળકીના પરિવારના તમામ લોકોના ભૂકંપમાં મોત નિપજ્યા છે, ત્યારે આ બાળકીની મદદ માટે સોશિયલ મીડિયા પર ફોટો પણ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

કહેવમાં આવી રહ્યું છે કે, અફઘાનિસ્તાનમાં આવેલા ભૂંકપથી પરિવારમાં એકમાત્ર આ બાળકીનો બચાવ થયો હતો, બાળકોનો ફોટો જોઇએ સોશિયલ મીડિયા પર ધનાધન બાળકીનો ફોટો શેર થયો અને સોશિયલ મીડિયા યુઝર્સ ભાવૂક થયા હતા. લોકોએ મદદ માટે પણ સોશિયલ મીડિયા પર અપીલ કરતા ટ્વીટ્સ કર્યા હતા.

વાઈરલ થયેલા ફોટો માં બાળકીના ચહેરા પર માટી લાગેલી છે અને પાછલ ભૂકંપથી ઘરો નષ્ટ થઇ ગયા છે, પણ બાળકીના ચહેરા પર સ્માઈલ જોઇને સોશિયલ મીડિયા યુઝર્સ પોતાને રોકી શક્ય ન હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે, અફઘાનિસ્તાનમાં બુધવારના ભૂકંપથી મૃત્યુઆંક વધીને 1,150 થયો છે અને 3,000 થી વધુ ઘરો નાશ પામ્યા છે, એસોસિએટેડ પ્રેસે રાજ્ય મીડિયાના આંકડાઓને ટાંકીને અહેવાલ આપ્યો છે. અગાઉના અહેવાલો અનુસાર, 6.0-ની તીવ્રતાના ભૂકંપમાં મૃત્યુઆંક વધી ગયો છે અને ઓછામાં ઓછા 1,600 લોકો ઘાયલ થયા છે, બખ્તર ન્યૂઝ એજન્સીએ શુક્રવારે જણાવ્યું હતું. માનવતાવાદી બાબતોના સંકલન માટે સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયે 770 મૃત્યુનો અંદાજ લગાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!