29 C
Ahmedabad
Monday, May 6, 2024

સાબરકાંઠા : જમીન સંપાદનનો વિરોધ, ઈડર પંથકના 7 ગામના ખેડૂતોમાં રોષ


સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના 7 ગામના 200 જેટલા ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું

Advertisement

ઇડર તાલુકાના સાત ગામના ખેડૂતોની જમીન સંપાદિત થવાને લઈ ખેડૂતો જમીન બચાવવા વિરોધ પ્રદર્શન પર

Advertisement

જો સરકાર દ્વારા સંતોષકારક નિર્ણય લેવામાં આવે તો અગાઉના દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપી

Advertisement

રાધનપુર થી શામળાજી સુધી પરિવહન માટે કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત નેશનલ હાઇવે બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે જેનું સર્વે પણ થઈ ચૂક્યું છે ત્યારે હાઇવેંમાં સંપાદિત થતી જમીન માટે વિરોધનો વંટોળ ઉભો થયો છે.ઇડર તાલુકાના ગામોમાંથી પસાર થતા આ નેશનલ હાઇવેમાં જમીન સંપાદન થતી અટકાવવા માટે ઇડર તાલુકાના સાત ગામો ના ખેડૂત ખાતેદારો વિરોધ નોંધાવી રહયા છે. એક તરફ કુદરત અને પરિસ્થિતિ સામે બાથ ભીંડાવી ખેડૂતો ખેત ઉત્પાદન કરી રહ્યા છે તો બીજી તરફ ખેતી માટે ખેતર જ નહીં રહેવાની દહેશતને લઈ ખેડૂતો બેબાકરા બન્યા છે. સાત ગામના 365 ખેડૂતો ખાતેદાર વિરોધ નોંધાવી રહ્યા છે.ત્યારે ખેડૂતોએ અગાઉ જે ખેડૂતોની જમીન સંપાદિત થઈ રહી છે તેઓ સાથે બેઠક યોજી જમીન બચાવવા માટેના પ્રયાસો ચાલુ કરી લીધા હતા પ્રથમ ખેડૂતોએ સ્થાનિક ધારાસભ્ય અને પ્રશાશનને રજુઆત કરી હતી બાદમાં આજે તમામ ખેડૂતો એકઠા થઇ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી.

Advertisement

જો માંગણી નહિ સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન રસ્તારોકો તથા સીએમને પણ મળવા જઈશું તેવી ખેડૂતો એ ચીમકી આપી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!