38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : માલપુર હાઈવે પર ફરેડી નજીક કાર ચાલકે બાઈકને અડફેટે લેતા...

અરવલ્લી : માલપુર હાઈવે પર ફરેડી નજીક કાર ચાલકે બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત, 3 ના મોત

0
321

શામળાજી-મોડાસા-ગોધરા સ્ટેટ હાઈવે પર અકસ્માતની ઘટનાઓ ઘટતી હોય છે, ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતની ઘટના મોડાસાના ફરેડી નજીક બન્યો છે જ્યારે બાઈક ચાલકને કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ મોડાસા – માલપુર  સ્ટેટ હાઈવે પર બપોરના અરસામાં કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના મોત નિપજ્યા હોવાની વિગતો મળી છે, ત્યારે 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. ઘટના બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતને પગલે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતની જાણ થતાં એમ્બ્યુલન્સની ટીમ સહિત પોલિસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

મૃતકોના નામ
રજનીકભાઈ બી.બામણીયા, 45 વર્ષ, ગામ ટીસ્કી
ભવાનભાઈ જેઠાભાઈ બામણીયા, 45 વર્ષ, ગામ ફરેડી
રેવાભાઈ કોહ્યાભાઈ ખાંટ, 50 વર્ષ, ગામ, વાવડી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!