37 C
Ahmedabad
Saturday, April 27, 2024

અમરેલી : સાવરકુંડલાના ઘોબા ગામે જતાં કોઝવે પર પાણી ફરી વળ્યા, રસ્તો બંધ થતાં હાલાકી, સાંભળો લોકોની માંગ


સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે, જેને લઇને ખેડૂતોમાં ખુશી પ્રસરી છે તો કેટલીક જગ્યાએ લોકોની મુશ્કેલીઓ વધી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેટલાય કોઝ વે પાણીમાં ઘરકાવ થાય છે અને લોકોની સમસ્યાઓમાં વધારે થાય છે. અમરેલી જિલ્લાની પરિસ્થિતિ પણ કંઇક આવી જ છે. સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામે શેત્રુંજીના કોઝવે ઉપર પાણી ફરી વળતા સ્થાનિક લોકો માટે અવર-જવરનો રસ્તો બંધ થઇ જતાં હાલાકીઓ પડી રહી છે.

Advertisement

સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામથી ઠાસા અને ગારીયાધાર જવાના રસ્તા વચ્ચે આવેલા કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેને લઇને સ્થાનિક લોકોની સમસ્યાઓ વધી છે. શેત્રુંજી નદીના ઉપરવાસમાં વરસાદને કારણે ઘોબા ગામ વચ્ચે પસાર થતાં કોઝ વે પર ફરી વળ્યું હતું, જેને લઇને લોકોના પગ થંભી ગયા હતા તો વાહનોના ટાયર પણ અહીં થંભી ગેયલા નજરે પડ્યા હતા. દર વર્ષે આ જ પ્રકારની સમસ્યાથી લોકો પરેશાન થઇ ચૂક્યા છે, જેને લઇને અહીં ઊંચો પુલ બનાવવાની ઉગ્ર માંગ કરી છે.

Advertisement

સાંભળો ગ્રામજનોની વ્યથા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!