30 C
Ahmedabad
Thursday, May 16, 2024

Agnipath : અલકા લાંબાનું નિવેદન, કહ્યું, “અગ્નિપથ યોજનાની વાત, યુવાનો સાથે વિશ્વાસઘાત સમાન”


સેનામાં ભરતી કરવા કોંગ્રેસ પાર્ટીની સરકારને અપીલ

Advertisement

કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ 62 લાખ 2 લાખ 55 હજાર પદ ભારતીય સૈનામાં ખાલી

Advertisement

ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા કોંગ્રેસ પાર્ટીની ઉગ્ર માંગ

Advertisement

અગ્નિપથ યોજના પરત લો, જે અગ્નિ વીરો પર થયેલ કેસ પરત લેવા કોંગ્રેસ પક્ષની માંગ

Advertisement

 

Advertisement

દેશની સુરક્ષા અને યુવાનોના હિતમાં અગ્નિપથ યોજના પરત લેવાની માંગ સાથે ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર આવતી કાલે કોંગ્રેસના ધરણા – વિરોધ પ્રદર્શન યોજાશે : જગદીશ ઠાકોર

Advertisement

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અલકા લાંબાજીએ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘અગ્નિપથ’ યોજનાની વાત, યુવાનો સાથે વિશ્વાસઘાત સમાન છે. કેન્દ્ર ની સરકારે વિચાર્યા વિના અડધી રાત્રે તઘલખી ફરમાન જાહેર કર્યા, જેનો ભોગ દેશની જનતા બની રહી છે, કૃષી કાયદા, નોટબંધી, જીએસટી, લોકડાઉન અને જમીન અધિગ્રહણ જેવા ફરમાનનો ભોગ જનતા બની, હવે સરકાર અગ્નિપથ યોજના દેશના યુવાનો પર થોપી રહી છે.

Advertisement

પ્રિયંકા ગાંધીએ સંરક્ષણ મંત્રીને પત્ર લખી સેનામાં ભરતી અંગે માંગ કરી હતી. ત્રણ વર્ષ થયાં હોવા છતાં કોઇ કાયમી ભરતી થઇ નથી. સરકાર હવે અગ્નિપથ યોજનાના નામે ભરતી ને હંગામી બનાવી કોન્ટ્રાકટ પર લઇ જઇ રહી છે. ભારતીય સેનામાં 2 લાખ 55 હજાર પદ માટે પરીક્ષા અને ફીઝીકલ ટેસ્ટ થઇ ગયા છે. જે ભરતીના સ્થાને હવે અગ્નિપથ ના આધારે સરકાર ભરતી કરવા જઇ રહી છે, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી જ્યારે હોસ્પીટલ હતા ત્યારે તેમણે પત્ર લખી યુવાનોને શાંતિ રાખવા અપીલ કરી, કોંગ્રેસ પક્ષ કોન્ટ્રાક્ટ ના આધારે સેનામાં ભરતીનો વિરોધ કરે છે તાત્કાલીક કાયમી ભરતી કરવા માંગ કરે છે.

Advertisement

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અલકા લાંબાએ જણાવ્યું હતું કે, અહિંસક રીતે દેખાવો કરનારને સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ભાવનગર, જામનગર સહિત અને દેશના વીસ રાજ્યોમાં મોટા પાયે અગ્નિપથ યોજના સામે વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ પક્ષ ગાંધી ચિંધ્યા માર્ગે દેશના તમામ વિધાનસભા ક્ષેત્રમાં અગ્નિપથ યોજના પરત લેવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરશે. પોલીસ તંત્ર મંજુરી આપતું નથી. 144ની કલમનો અન્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે. તેમ છતાં રાષ્ટ્રીય સુરક્ષા, દેશ હિત અને યુવાનોના હિતમાં કોંગ્રેસ પક્ષ લડત આપતો રહેશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!