33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત મોડાસા : શ્રી કમલમ કાર્યાલય નજીક કાર ચાલક એક્ટિવાને બચાવવા જતા કાર...

મોડાસા : શ્રી કમલમ કાર્યાલય નજીક કાર ચાલક એક્ટિવાને બચાવવા જતા કાર દુકાનમાં ઘુસી જતા ભારે અફરાતફરી, સદનસીબે જાનહાની ટળી

0
241

મોડાસા શહેરના બાયપાસ રોડ પર સતત વાહનોની અવર-જવર રહે છે વાહનચાલકો બેફામ ગતિએ વાહન હંકારતા સતત અકસ્માતની ઘટનાઓ બની રહી છે બાજકોટ દેવરાજધામ નજીક શ્રી કમલમ કાર્યાલય પાસે દસ દિવસમાં ત્રણ અકસ્માતની ઘટનાઓ બની હતી જેમાં એકનું મોત નીપજ્યું હતું જીલ્લા સેવાસદન બાજુથી પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે એક્ટિવા ચાલકને બચાવવા જતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ બાજુમાં રહેલી દુકાનમાં ઘુસી જતા ભારે અફરાતફરી મચી હતી અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા

મોડાસા બાયપાસ રોડ પર દેવરાજધામ નજીક બપોરના સુમારે જીલ્લા સેવાસદન તરફથી આવતી એસેન્ટ કારની વચ્ચે અચાનક એક્ટિવા આવી જતા કાર ચાલકે એક્ટિવા ચાલકને બચાવવા બ્રેક મારતા કાર રોડ પરથી રેલાઈ રોડની બાજુમાં આવેલી દેવરાજધામ ટી-સ્ટોર્સ નામની દુકાનમાં ઘુસી જતા દુકાન માલિક અને ગ્રાહકોમાં ભારે અફરાતફરી મચી હતી સદનસીબે જાનહાની ટળતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ હાશકારો અનુભવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!