33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home રાજનીતિ ભાવનગરની કોલેજના ફરમાનથી રાજકારણ ગરમાયું, AAP નેતા ગોપાલ ઇટાલિયાનું નિવેદન, કહ્યું, મહિલાઓનું...

ભાવનગરની કોલેજના ફરમાનથી રાજકારણ ગરમાયું, AAP નેતા ગોપાલ ઇટાલિયાનું નિવેદન, કહ્યું, મહિલાઓનું અપમાન

0
199

ભાવનગર કેળવણી મંડળ સંચાલિત કોલેજના કાર્યકારી આચાર્ય રંજનબાળા ગોહીલના વિદ્યાર્થિનીઓને ફરમાનથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સમગ્ર ઘટનાને શરમજનક ગણાવી છે, તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભાજપને એવી તે શું જરૂર પડી કે કોલેજની દીકરીઓને નોટિસ આપવી પડી, આ દુ:ખનો વિષય છે અને મહિલાઓનું અપમાન છે.જ્યાં વાલીઓ તેમની દીકરીઓને ભણાવવા માટે મોકલે છે જ્યાં વિદ્યાના ધામમાં ભાજપમાં જોડવાનું કામ થાય છે.

સાંભળો AAP પ્રમુખ ગોપાટલ ઇટાલિયાએ શું કહ્યું..

શું હતો સમગ્ર મામલો, તે પણ જાણો

ભાવનગર કેળવણી મંડળ સંચાલિત કોલેજના કાર્યકારી આચાર્ય રંજનબાળા ગોહીલ એક પરિપત્ર કરી કોલેજની વિદ્યાર્થિનીઓને વોટ્સએપ ઉપર સૂચના આપી તે તમામ વિદ્યાર્થિનીઓને ભાજપ સદસ્યતા અભિયાનમાં ભાગ રૂપે ભાજપના પેજ કમિટિના સભ્ય થવાનું હોવાને કારણે તેઓ પોતાનો પાસપોર્ટ સાઈઝ ફોટો અને મોબાઈલ ફોન સાથે લેતા આવે. આ આદેશ વાયરલ થતાં આખા રાજ્યમાં આ પ્રકારની વિચિત્ર સૂચનાની ટીકા થવા લાગી અને કોલેજના ટ્રસ્ટી મંડળ સુધી વાત પહોંચતા આખરે કાર્યકારી આચાર્ય રંજનબાળા ગોહીલે પોતાને આચાર્યની ભૂમિકામાંથી મુકત કરવાનો પત્ર ટ્રસ્ટને મોકલી આપ્યો હતો. કોલેજની નોટિસથી રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

AAP ની સમગ્ર પ્રેસ કોન્ફરસન્સ સાંભળો..

સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાઓ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!