43 C
Ahmedabad
Saturday, May 18, 2024

સાબરકાંઠા : પેઢમાલા ગામે વૃદ્ધ પર 4 લોકોનો હીંચકારો હુમલો કરતા ચકચાર, લોકોએ વૃદ્ધને હુમલાખોરોથી બચાવી સારવાર અર્થે ખસેડ્યા


જમીનના ઝગડામાં વારંવાર વૃદ્ધને વારંવાર ધમકીઓ આપતા વૃદ્ધે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં અરજી આપતા 4 લોકોએ કર્યો હુમલો

Advertisement

ઈજાગ્રસ્ત વૃદ્ધનો ગાંભોઇ પીએસઆઈ ચંદન ઠાકોર સામે ગંભીર આક્ષેપ

Advertisement

ગાંભોઇ પોલીસને લેખીત અરજી આપવા છતાં ધમકી આપનાર સામે કોઈ પગલાં ન ભરતા આખરે વૃદ્ધ પર જીવલેણ હુમલાનો ભોગ બન્યા

Advertisement

જર જમીન અને જોરૂ ત્રણે કજિયાના છોરું કહેવતને યર્થાથ કરતી અનેક ઘટનાઓ બની રહી છે સાબરકાંઠા જીલ્લાના પેઢમાલા ગામમાં જમીનના ઝગડાની અદાવતમાં ગામના ત્રણ પુરુષ અને મહિલાએ વૃદ્ધને તું મારા અને મારા ભાઈના વિરુદ્ધમાં કેમ અરજીઓ કરે છે તેમ કહી દૂધ ભરાવવા ગયેલા વૃદ્ધ પર જીવલેણ હુમલો કરતા ભારે ચકચાર મચી હતી વૃદ્ધ પર હુમલો થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ વૃદ્ધને બચાવી સારવાર અર્થે ખસેડાયા હતા ઈજાગ્રસ્ત વૃદ્ધે ગાંભોઇ પોલીસમાં 4 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

પેઢમાલા ગામમાં રહેતા બિપીનશંકર જયશંકર પંડ્યા ખેતી કરી જીવન નિર્વાહ ચલાવે છે બિપીનશંકર પંડ્યાએ તેમના મૃતક નાના ભાઈ ધીરજલાલે તેમની જમીન વેચાણ રાખી હતી તેમના ભાઈના મૃત્યુ પછી તેમની પતિએ વેચાણ આપેલ જમીન પર દાવો કર્યો હતો અને હાલ કોર્ટમાં આ કેસ પેન્ડિંગ છે ત્યારે તેમના નાનાભાઈની પત્નીએ ગામના અળખાજી કોદરજી ચૌહાણ અને સંતોષજી નામના બને ભાઈઓને વાવણી કરવા આપતા આ અંગે બિપીનશંકર પંડ્યાએ વિરોધ કરતા વાવેતર કરનાર પરિવારે વૃદ્ધને વારંવાર ધમકીઓ આપતા આ અંગે ગાંભોઇ પોલીસને અરજી આપતા આ અંગેની અદાવત રાખી જયશંકર પડ્યા ગતરોજ દૂધ ભરાવવા દૂધ મંડળીમાં જતા અળખાજી કોદરજી ચૌહાણ, સંતોષજી કોદરજી ચૌહાણ,મંગુબેન સંતોષજી ચૌહાણ અને અજય ચૌહાણે બિભસ્ત ગાળો બોલી, ગડદા પાટુનો માર મારી સ્ટિલની બરણી વડે હુમલો કરતા લોકો દોડી આવ્યા હતા અને વૃદ્ધને બચાવી લીધા હતા વૃદ્ધના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી વૃદ્ધ પર હુમલો કરનારાઓએ જાન થી મારી નાખવાની ધમકી આપતા વૃદ્ધ ફફડી ઉઠ્યા હતા અને ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવતા પોલીસે 4 લોકો સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!