38 C
Ahmedabad
Wednesday, May 1, 2024

મોડાસા ગ્રામ્ય PSIએ પત્રકારો પર આંગળી ચિંધી પુણ્ય કમાયું , “વીડિયો ઉતારવાનું બંધ કરો”, આવા આધિકારી લોકોને કેમ કરી ગાંઠતા હશે..?


પોલિસ હંમેશા કોઇકને કોઇ કામગીરીથી ચર્ચામાં રહેતી હશે, જેમાં સારા કામની પ્રસંશાઓ થતી હોય છે તો કેટલાક કામને લઇને ટીકાઓ પણ થતી હોય છે. આવી ટીકાનો ભોગ અરવલ્લી જિલ્લાના મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશનના પી.એસ.આઈ. બન્યા છે અને તે પણ પત્રકારોને તેમના કામથી અટકાવવા માટે. મોડાસાના સબલપુર ખાતે આવેલા ગ્રામ્ય પોલિસ મથકે દુધ મંડળાન વિવાદને લઇને મોટી ચીચણોના ગ્રામજનો ન્યાયની માંગ સાથે પોલિસ મથકે આવી પહોંચ્યા હતા, જેનું કવરેજ કરવા મીડિયા મિત્રો પહોંચ્યા હતા, જ્યાં મોડે મોડે પોલિસ મથકે પહોંચેલા PSI સી.એફ.રાઠોડનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને પત્રકારોને ધમકી આપી દીધી.

Advertisement

મીડિયા કર્મીઓ પર PSI સી.એફ.રાઠોડે આંગળી ચિંધી ધમકી આપી, સાંભળો

Advertisement

પત્રકારો લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા પ્રયત્નશીલ રહેતા હોય છે, ત્યારે મોડાસા તાલુકાના મોટી ચીચણો ગામે દુધ ઉત્પાદક મંડળીને આંતરિકથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ગ્રામજનો ગ્રામ્ય પોલિસ મથકે પહોંચ્યા હતા, જેના કવરેજ માટે પત્રકારો પહોંચ્યા હતા, આ સમયે PSI પહોંચ્યા અને પત્રકારો પર વરસ્યા હતા. મોટી ચીચણો ગામે છેલ્લા બે દિવસથી દુધ મંડળીને તાળુ મારી દેવામાં આવતા ગ્રામજનોને દુધ ભરાવવા માટે હાલાકીઓ પડતી હતી ત્યારે ગ્રામજનો મોટી સંખ્યામાં સબલપુર ગ્રામ્ય પોલિસ મથકે પહોંચ્યા હતા, જેનું કવરેજ કરવા પત્રકારો પહોંચ્યા હતા. કલાકો સુધી ગ્રામજનો પોલિસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા હતા, પણ સાહેબ ક્યાં હતા, તેવા સવાલો ગ્રામજનોએ કર્યા હતા. મીડિયામાં સમાચારો આવતા જ સાહેબ તાબડતોબ પોલિસ મથકે પહોંચ્યા હતા, મીડિયામાં સમાચારો ચાલતા હતા જેથી ગ્રામજનોની રજૂઆત માટે પહોંચવું પડ્યું હતું, એટલે જ સાહેબ જરા ગુસ્સે ભરાયા અને મીડિયા પર રોષ ઠાલવ્યો હતો.

Advertisement

મોટી ચીચણોમાં ચાલતા દુધ મંડળીના વિવાદને લઇને ગ્રામજનો મોડાસા ગ્રામ્ય પોલિસ મથકે પહોંચતા મીડિયા કર્મીઓ કવરેજ માટે પહોંચ્યા હતા, જુઓ,,,

Advertisement

ગ્રામજનોની વાચા આપવા માટે મીડિયા કર્મીઓ સબલપુર પોલિસ મથકે પહોંચ્યા હતા, આ સમય દરમિયાન પત્રકારોને PSI સી.એફ.રાઠોડે ખુલ્લી ધમકી આપતા ગ્રામજનોમાં પણ રોષ જોવા મળ્યો અને ગ્રામજનોએ કહ્યું કે, સાહેબ પત્રકારોને પણ ગાંઠતા નથી તો સામાન્ય લોકોનું શું થતું હશે તે એક સવાલ છે.

Advertisement

જ્યાં ગાજવાનું છે ત્યાં ગાજતા નથી ને બીજે બીજે ગાજતા PSI સાહેબ

Advertisement

સરડોઇ-મેઢાસણ રોડ પર પૂરપાટે મોપેડ કેમ દોડે છે સાહેબ ?

Advertisement

લોકો પૂછે છે….મોડી રાત્રે આ વિસ્તારોમાં મોપેડ પર શેની હેરાફેરી થાય છે સાહેબ ?

Advertisement

કોના આશીર્વાદથી સિલ્ક રૂટ બન્યો છે સાહેબ ?

Advertisement

દેશી દારૂના અડ્ડાઓ તમારા વિસ્તારોમાં ધમધમે છે ત્યાં ગાજવા જેવું છે સાહેબ

Advertisement

અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલા અરવલ્લી જિલ્લા બાર એસોસિએશનના 2 વકીલ સાથે પણ આવું જ વર્તન કરવામાં આવ્યું હતુ જેનો બાર એસોસિએશને વિરોધ કર્યો હતો અને આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી અને PSI દ્વારા કરાવામાં આવેલા વલણથી વકીલ આલમ રોષે ભરાયો હતો, ત્યારે પત્રકારો સાથે આવા વર્તનથી અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!