27 C
Ahmedabad
Wednesday, May 1, 2024

મોડાસા : રૂરલ PSI સી.એફ.રાઠોડે પિત્તો ગુમાવ્યો : પત્રકારોને કવરેજ કરતા અટકાવી રોફમાં બોલ્યા, “પત્રકાર છો તો શું થયું” ….!!! ફોજદારી કરંટ


PSI સી.એફ.રાઠોડ વકીલો સામે તોછડાઈ ભર્યું વર્તન કર્યાની શાહી સુકાઈ નથી ત્યારે પત્રકારોને ગર્ભિત ધમકી આપતા પત્રકારો લાલઘૂમ

Advertisement

PSI રાઠોડ કાયદાનો ખોટો પાઠ પત્રકારોને ભણાવવા જતા ધરણા પર બેઠેલા લોકોમાં આક્રોશ

Advertisement

ધરણા પર બેઠેલા લોકોએ પત્રકારોને કહ્યું તમારી સામે સાહેબ આવું વર્તન કરે તો પછી સાહેબ અમારા જેવા અરજદારો નું શું….!!

Advertisement

મોડાસા તાલુકાના મોટી ચીચણો દૂધ મંડળીમાં ભાવ ફેર ચૂકવવા અને તેમજ શેર સભાસદ બનાવવા મામલે દૂધ ઉત્પાદકોએ ડેરીની તાળાબંધી કરી દીધા પછી ગામના બે જૂથ આમને-સામને આવી ગયા છે બંને જૂથ એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે દૂધ મંડળીની તાળાબંધીના પગલે મોડાસા રૂરલ પોલીસ અને તંત્ર ઘટનાસ્થળે પહોંચી સમાધાનના પ્રયાસો હાથધર્યા પછી પણ દૂધ મંડળીના તાળા બંધી યથાવત રહેતા પટેલ સમાજની મહિલાઓ અને પરિવારજનો રૂરલ પોલીસ સ્ટેશન રજુઆત કરવા પહોંચતા પીએસઆઇ સી.એફ.રાઠોડ હાજર ન હોવાથી મહિલાઓએ પોલીસ સ્ટેશન આગળ ધરણા કરતા ત્રણ કલાક પછી પીએસઆઈ સી.એફ.રાઠોડ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા સમગ્ર ઘટનાનું કવરેજ કરતા પત્રકારોને જોઈ PSI સી.એફ.રાઠોડ ગુસ્સે ભરાઈ પત્રકારોની કવરેજ નહીં કરવાનું જણાવી રોફ જમાવતા પત્રકારો સમસમી ઉઠ્યા હતા PSI ની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવેની માંગ પત્રકાર આલમમાં ઉઠી છે.

Advertisement

પૉલિસનો વીડિયો ઉતારવો નહીં… બંધ કરી દો…. સાહેબનો પાવર તો જુઓ…. 

Advertisement

Advertisement

મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.એફ.રાઠોડ વકીલો સાથે દુર્વ્યવહાર કર્યા પછી હવે પત્રકારો સામે કાયદાનો ખોટો ડર બતાવી તેમની નાકામિયાબી છુપાવી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે મોટી ચીચણો ગામે દૂધ મંડળીને લગાવેલ તાળું અને ગામમાં વકરેલ જૂથવાદને ડામવામાં નિષ્ફ્ળ રહેતા એક જૂથના દૂધઉત્પાદકો સહ પરિવાર રજુઆત કરવા રૂરલ પોલીસ સુધી દોડવું પડ્યું હતું

Advertisement

મોટી ચીચણો ગામની મહિલા દૂધ ઉત્પાદકોએ પીએસઆઈ સી.એફ.રાઠોડની કામગીરી સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો અને ત્રણ કલાકથી નાના બાળકો સાથે પોલીસ સ્ટેશન બહાર રજુઆત કરવા આવ્યા પછી પણ સાહેબ તેમને સાંભળવા આવ્યા નથી તેમજ પોલીસ સ્ટેશન બહાર ધરણા પર બેઠેલી મહિલાઓ સામે રોફ જમાવતા રોડ પર કેમ બેઠા છો મારી પાસે મહિલા પોલીસ છે કહી ગર્ભિત ધમકી આપતા મહિલાઓ રડમશ બની ગઈ હતી અને ન્યાયની માંગના બદલે કાયદાનો ડર બતાવી રહ્યા હોવાનો આક્રોશ ઠાલવ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!