33 C
Ahmedabad
Wednesday, May 1, 2024

અરવલ્લી : મોડાસામાં યોજાનારી રથયાત્રામાં પ્રથમવાર બોડી વોર્ન કેમેરાથી સજ્જ થશે પોલિસ, ચુસ્ત બંદોબસ્ત સાથે નિકળશે રથયાત્રા


અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને પોલિસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે, આ માટે 28 જૂનના રોજ જિલ્લા પોલિસ વડા સંજય ખરાતની આગેવાનીમાં રથયાત્રા રૂટ પર પોલિસ દ્વારા ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ફૂટ માર્ચ મોડાસા ચાર રસ્તા પોલિસ ચોકીથી નિકળી બસ સ્ટેશન, કડિયાવાળા રોડ, ભાવસારવાડા સહિતના રૂટ પરથી ચાર રસ્તા પરત ફરી હતી.

Advertisement

Advertisement

આગામી અષાઢી બીજના રોજ યોજાનારી રથયાત્રાને લઇને અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર દ્વારા પ્રથમવાર બોડી વોર્ન કેમેરાથી જિલ્લા પોલિસ સજ્જ થશે અને અસામાજિક તત્વો પર બાજ નજર રાખશે. જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે રથયાત્રાને લઇને જરૂરી જાણકારી આપતા જણાવ્યું કે,

Advertisement

રથયાત્રા પર પોલિસ બંદોબસ્ત

Advertisement

Dy.SP. – 2
P.I. – 10
P.S.I – 15
કોન્સ્ટેબલ – 350
SRP
SOG
LCB

Advertisement

અરવલ્લી જિલ્લા પોલિસ વડા સંજય ખરાત

Advertisement

છેલ્લા બે વર્ષથી કોરોના વાઈરસની મહામારીને લઇને ભગવાન જગન્નાથજીની રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં યોજાતી હતી, જોકે આ વર્ષે ભગવાન નગરચર્યાએ નિકળવાના છે ત્યારે જિલ્લા પોલિસ તંત્ર સજ્જ છે અને અમાજિક તત્વો પર નજર રાખી રહ્યું છે. ભૂતકાળમાં સંડોવાયેલા ઇસમોની પણ પૂછપરછ પોલિસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!