38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત Get Out વિવાદ : મોડાસા ગ્રામ્ય PSI સામે શું કાર્યવાહી કરી ?...

Get Out વિવાદ : મોડાસા ગ્રામ્ય PSI સામે શું કાર્યવાહી કરી ? કોર્ટનો પોલિસ તંત્રને હુકમ કરી રીપોર્ટ માંગ્યો

0
234

અરવલ્લી જિલ્લામાં પોલિસ તંત્ર પર કેટલાક અધિકારીઓની કામગીરીને કારણે હંમેશા ચર્ચાઓ રહે છે, જેથી પોલિસની છવી સ્વચ્છ થવાને બદલે વધુ ખરાબ થાય છે. હાલ મોડાસા ગ્રામ્ય પોલિસ સબ ઇન્સ્પેક્ટર વિવાદોમાં આવી ગયા છે. પહેલા વકીલો સાથે અને હવે પત્રકારો સાથે ધમકી આપવામાં આવતા પોલિસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. વકીલો સાથે પીએસઆઇ ચેતનસિંહ રાઠોડના અશોભનિય વર્તનથી વકીલ આલમ રોષે ભરાયો હતો, જેને લઇને કોર્ટમાં કેસ કરતા પોલિસ તંત્ર પાસે કાર્યવાહી કર્યા અંગેનો રીપોર્ટ માંગ્યો છે.

વિવાદ પર એક નજર

વિવાદ એ હતો કે, મોડાસા રૂરલ પોલિસ સ્ટેશનના પી.એસ.આઈ. ચેતનસિંહ રાઠોડે વકીલ ગોપાલ ટી. ભરવાડ સાથે રૂરલ પોલિસ મથકે તેમના અસીલની ફરિયાદના કામે 10-06-2022ના રોજ સાજે 5.30 થી 6.30 વાગ્યાના અરસામાં ગયા હતા ત્યારે પી.એસ.આઈ. ચેતનસિંહ રાઠોડે તેમની સાથે અશોભનિય વર્તન કર્યું હતું. અરવલ્લી જિલ્લા બાર એસોસિએશનનો એમ પણ આક્ષેપ કર્યો હતો કે, પી.એસ.આઈ.ઉશ્કેરાઈ ગયા અને અપશબ્દો બોલવા લાગ્યા હતા અને વકીલ ગોપાલ ટી.ભરવાડને Get Out કહી અને સ્ટેશન ડાયરીમાં નોંધ કરવાની ધમકી આપી બિભત્સ વર્તન કર્યું હતું.

સમગ્ર વિવાદ બાદ 14-06-2022 ના રોજ ડીવાયએસપીને લેખિતમાં આ બાબતે ફરિયાદ કરી હોવાનું વકીલે જણાવ્યું હતું, તેમ છતાં કોઇ જ કાર્યવાહી ન થતાં 18-06-2022 ના રોજ જિલ્લા પોલિસ વડાને રજૂઆત કરાવમાં આવી હતી. આ બાબતે વકીલે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે, લેખિતમાં રજૂઆત કરવા છતાં પીએસઆઈ ચેતનસિંહ રાઠોડે સત્તા અને વગનો ઉપયોગ કર્યો છે, જેને લઇને ફરિયાદી વકીલની અરજી બાબતે પી.એસ.આઈ. સામે ફરિયાદ દાખલ કરી નથી.

સમગ્ર ઘટના બાદ ફરિયાદી વકીલે કોર્ટમાં કેસ દાખલ કરતા કોર્ટે પોલિસ તંત્રને હુકમ કરી પી.એસ.આઈ. સામે શું કાર્યવાહી કરી છે, તે બાબતે 6 જુલાઈ, 2022 સુધીમાં તાત્કાલિક કોર્ટને રીપોર્ટ કરવા હુકમ કર્યો છે.

વકીલ સાથે જે ઘટના બની ત્યારે બાર એસોસિએશને જણાવ્યું હતુ કે, આવી ઘટના પ્રથમ વખત નહિ પરંતુ આ અગાઉ પણ વકીલ વી.એન. સોનીની હાજરીમાં તેમના પક્ષકારોને બીભત્સ ગાળો બોલી કાઢી મુકયા હતા. એટલુ જ નહીં વકીલ રાહુલ જી. ભરવાડ સાથે પણ અસભ્ય શિસ્ત બાર વિરુદ્ધનું વર્તન કર્યુ હતું.

10-06-2022 ના રોજ વકીલ સાથે ઘટના બનતા વકીલ આલમે શું કહ્યું હતું, સાંભળો…

વકીલ સાથે થયેલા અશોભનિય વર્તનને લઇને અરવલ્લી જિલ્લા બાર એસોસિએશને સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી અને મોડાસા ગ્રામ્ય પી.એસ.આઈ. ચેતનસિંહ રાઠોડના વિરૂદ્ધમાં કોર્ટમાં ફરિયાદ કરવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.

વકીલો સાથે આવું વર્તન કરનાર પીએસઆઈને કોણ છાવરી રહ્યું છે તે એક સવાલ છે, એકવાર આવી હિંમત થયા પછી તેઓ પત્રકારો પર વરસ્યા, જો વકીલ સાથે ઘટના ઘટ્યા પછી જિલ્લા પોલિસ તંત્ર એ કાર્યવાહી કરી હોત તો પત્રકારો સાથે આવું વર્તન ન થયું હોત. 

28-06-2022 ના રોજ મોડી રાત્રે સબલપુર ગ્રામ્ય પોલિસ મથકે પત્રકારોને ધમકી આપતા PSI ચેતનસિંહ રાઠોડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!