38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ માલપુરના મોલ્લી (અણીયોર) ગામમાં માટીના ઢગલા બાબતે મોટા ભાઈ પર નાના ભાઈ...

માલપુરના મોલ્લી (અણીયોર) ગામમાં માટીના ઢગલા બાબતે મોટા ભાઈ પર નાના ભાઈ અને ભત્રીજાએ હુમલો કરતા ચકચાર

0
183

માલપુર તાલુકાના મોલ્લી (અણીયોર) ગામમાં ઘરના સમારકામ માટે રસ્તા આગળ માટીનો ઢગલો કરનાર મોટા ભાઈ પર તેમના નાના ભાઈ અને તેના પુત્રએ બિભસ્ત ગાળો બોલી લાકડી ફટકારી હુમલો કરતા ભારે ચકચાર મચી હતી આ અંગે માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોલ્લી (અણીયોર) ગામમાં રહેતા ફતાજી શંકરજી પગીએ ઘરના સમારકામ માટે માટી મંગાવી રસ્તા પર માટીનો ઢગલો કરતા તેમના નાના ભાઈ ભલાજી શંકરજી પગી અને તેમના પુત્ર સુરેશ ભલાજી પગીએ રસ્તા પર માટીનો ઢગલો કેમ કર્યો છે તેમ કહી ઝગડો કરી બિભસ્ત ગાળો બોલતા ફતાજીએ ગાળો બોલવાની ના પાડતા ભલાજી શંકરજી ઉશ્કેરાઈ જઈ ફતાજીએ લાકડી વડે હુમલો કરતા તેમનો પુત્ર તેમના ઉપરાણામાં પહોંચી ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા નાના ભાઈ અને પુત્રના હુમલાથી ફફડી ઉઠેલા ફતાજી પગીએ માલપુર પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી બાપ-બેટાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!