37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines 11માં ખેલ મહાકુંભનો રંગારંગ પ્રારંભ કરાવતા PM, બે વર્ષ પછી રમતોત્સવનો મહાકુંભ

11માં ખેલ મહાકુંભનો રંગારંગ પ્રારંભ કરાવતા PM, બે વર્ષ પછી રમતોત્સવનો મહાકુંભ

0
258

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભનો રંગારંગ પ્રારંભ થયો, બે વર્ષ પછી જો કોઇ રમતોત્સવની શરૂઆત કરવામાં આવી હોય તો તે ખેલમહાકુંભ છે. બે વર્ષ પછી શરૂ થયેલા ખેલ મહાકુંભને લઇને રમતવીરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

રાજ્યને અન્ય ક્ષેત્રોની જેમ રમતગમત ક્ષેત્રે પણ ટોચનું સ્થાન અપાવવા ઉગતા ખેલાડીઓને શોધી કાઢવા 11મા ખેલમહાકુંભનો પ્રારંભ થઇ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્દઘાટન કર્યું. આ પ્રસંગે રમતગમતમંત્રી હર્ષ સંઘવી સહિતરાજ્ય મંત્રીમંડળના સભ્યો અને અનેક ધારાસભ્યો પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા છે.

અમદાવાદ શહેરના સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાઇ રહેલા આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમંત્રી શાળાઓના વિદ્યાર્થીઓ, રમતવીરો સ્ટેડિયમ પર આવી ગયા છે. ખેલમહાકુંભના શુભારંભને લઇને સમગ્ર સ્ટેડિયમ રોશનીથી ઝળહળી રહ્યું છે.

આ ઉદ્દઘાટન સમારંભમાં વિવિધ રમતો, યોગાસનો, મલખમ અને અન્ય રમતોના નિદર્શનો સહિય અગિયારસો જેટલા કલાકારો દ્વારા ગીત-સંગીતની પ્રસ્તુતી યોજાઇ રહી છે. દરમ્યાન ગઇકાલથી ગુજરાતના મહેમાન બનેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સરદાર પટેલ સ્ટેડિયમ આવી રહ્યા હતા. ત્યારે રસ્તાની બંને બાજુ ઉભેલા લોકોએ પુષ્પવર્ષા કરીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું. પ્રધાનમંત્રીએ પણ ગાડીમાંથી બહાર નીકળી સ્મિતસહ આ અભિવાદન ઝીલ્યું હતું.

લોકોમાં રાષ્ટ્રભાવનાનો જુવાળ ઉમટ્યો હતો અને ભારત માતા કી જયના ગગનભેદી નારાથી આકાશ ગુંજી ઉઠ્યું હતું. રસ્તાઓની બંને બાજુના મકાનોમાંપણ લોકો ગેલેરીઓ અને ધાબા પર ઉભા રહી હાથ હલાવી, રાષ્ટ્રધ્વજ ફરકાવી લોકલાડીલા પ્રધાનમંત્રીનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!