39 C
Ahmedabad
Saturday, May 18, 2024

ગુજરાત બનશે સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર સ્થાપવા વાળું ભારતનું પ્રથમ રાજ્ય, નવી સ્પોર્ટ્સ પોલિસી જાહેર


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગત બે દિવસ દરમિયાન વતન રાજ્ય ગુજરાતના પ્રવાસે હતા. પ્રવાસના અંતિમ ચરણમાં તેમણે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આયોજિત 11માં ખેલ મહાકુંભના ભવ્ય શુભારંભ કાર્યક્રમની અધ્યક્ષતા કરીને ખેલ મહાકુંભ – 2022 ની વિધિવત શરૂઆત કરાવી હતી. રાજ્યના પ્રતિભાવાન ખેલાડીઓને તેમના સપના અને સંકલ્પ સાકાર કરીને ગુજરાત અને દેશનું ગૌરવ વધારવાની વધુ તક અને પ્રોત્સાહન આપતી ગુજરાતની નવી ખેલકૂદ નીતિ – 2022-2027 નું ડિજિટલ અનાવરણ પ્રધાનમંત્રી મોદીએ કર્યું હતું. ગુજરાતની નવી સ્પોર્ટ્સ પોલિસી-2022-2027 થકી ગુજરાત આવનારા સમયમાં સ્પોર્ટ્સ અગ્રણી બનશે.

Advertisement

Advertisement

રાજ્યની નવી “ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી 2022-2027” અંતર્ગત મુખ્યત્વે નીચેના મુદ્દાઓ સાંકળીને સરકાર દ્વારા સ્પોર્ટ્સ ક્ષેત્રે આયોજનબદ્ધ કાર્યો કરવામાં આવશે

Advertisement

1. નવી ખેલકૂદ નીતિ અંતર્ગત ગુજરાતમાં વિકસિત થશે સ્પોર્ટ્સ કલ્ચર
2. એથ્લેટ અને પેરાએથ્લેટને રોકડ પુરસ્કાર આપવામાં ગુજરાત બનશે અગ્રણી
3. ગુજરાત બનશે સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર સ્થાપવા વાળું ભારતનું પ્રથમ રાજ્ય
4. ખેલ મહાકુંભ બનશે એશિયાનો સૌથી મોટો સ્પોર્ટ્સ આઇડેન્ટિફિકેશન અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ
5. ગુજરાત બનશે સિંગલ અને મલ્ટી-સ્પોર્ટ્સ ઈવેન્ટ્સનું યજમાન
6. ગુજરાત બનશે પેરાએથ્લેટ કેન્દ્રિત હાઈ પરફોર્મન્સ સેન્ટર સ્થાપિત કરનાર પ્રથમ રાજ્ય
7. ગુજરાતમાં બનશે 4 નવા વર્લ્ડ કલાસ હાઈ પરફોર્મન્સ સેન્ટર
8. ગુજરાતના તમામ નવા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ હવે ઓલમ્પિકના માપદંડોના આધારે બનશે
9. રાજ્યમાં શરુ થશે કોચ માન્યતા અને કોચ કારકિર્દી પાથ-વે પ્રોગ્રામ
10. સ્પોર્ટ્સ યુનિવર્સીટી દ્વારા વિકસાવવામાં આવશે એડવાન્સ ડેટા એનાલિટિક્સ અને મોડ્યુલ્સ
11. ગુજરાત બનશે એથ્લેટ વેલ્ફેર પ્રોગ્રામ શરુ કરનાર પ્રથમ રાજ્ય
12. રાજ્યમાં આદિવાસી લોકોમાં રમતગમતને પ્રોત્સાહન આપવા શરુ થશે વિશેષ પ્રોગ્રામ
13. નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા સ્પોર્ટ્સ ઈવેન્ટ્સનું થશે આયોજન
14. રમત ગમતને વધુ સુચારુ બનાવવા કડક આચાર સંહિતાનો થશે અમલ
15. આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ થકી ગુજરાત સ્પોર્ટ્સ ગવર્નન્સ બનશે પેપરલેસ, પારદર્શી અને સમયબદ્ધ
16. સ્પોર્ટ્સ એશોશીયેશન સાથે મળીને થશે સ્પોર્ટ્સ લીગ અને કોમ્પિટિશનનું આયોજન

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!