42 C
Ahmedabad
Saturday, May 18, 2024

આઝાદીના 75 વર્ષના સમયગાળામા દેશ દુનિયામાં ભારતના સૌથી વધારે લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી


સમગ્ર ભારત દેશ સહિત ગુજરાત ના તમામ સમાજની જનતા જનાર્દનને સુખ સુવિધાવાળું જીવન મળે અને એમની સુખાકારી મા ઉત્તરોત્તર વધારો થાય તે માટે ભારત દેશના યશસ્વી વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી એ હરહંમેશ ચિંતા કરી છે જેના ફળસ્વરૂપે આજે ભારત સરકારશ્રી દ્વારા તેમજ ગુજરાત સરકાર શ્રી દ્વારા અનેક વ્યક્તિલક્ષી અને જાહેર હિત ની વિકાસ યોજનાઓ અમલ મા મૂકવામાં આવી છે

Advertisement

દીર્ઘદ્રષ્ટિ અને કુશાગ્રબુદ્ધી શક્તિ ધરાવતા યુવા પેઢી ને નવી દિશા ચિંધનાર વિકાસ પુરુષ એવા માનનીય વડાપ્રધાન

Advertisement

અરવલ્લી જિલ્લાના વહીવટી કુનેહ ધરાવતા ઉત્સાહી આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ જણાવ્યું હતું કે દીર્ઘદ્રષ્ટિ અને કુશાગ્રબુદ્ધી શક્તિ ધરાવતા યુવા પેઢી ને નવી દિશા ચિંધનાર વિકાસ પુરુષ એવા માનનીય વડાપ્રધાનશ્રીની રાષ્ટ્રહિત માટે ની અકલ્પનીય વિલક્ષણ વિચારશક્તિ ને પરિણામે સમગ્ર વિશ્વમાં ભારત દેશના યશ કીર્તિ માન મોભા મા વધારો થયો છે જે હાલ માં ચાલુ રહેલ યુક્રેન અને રશિયા યુધ્ધ મા સમગ્ર વિશ્વ સહિત ભારતની જનતા જનાર્દને જોયું છે આજે ચાણક્ય નીતિ અપનાવી તટસ્થ નીતિ અપનાવી યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરી ભારતના ઉજ્જવળ ભવિષ્યના દર્શન જાહેર જનતા ને કરાવ્યા છે

Advertisement

કોરોના મહામારી જેવી ભયાનક પરિસ્થિતિ મા પણ અડગ રહી ભારતને વિકાસની નવી દિશા આપી દેશની આર્થિક પરિસ્થિતિ મા સુધારો લાવ્યા છે

Advertisement

સફળતાપૂર્વક સમગ્ર દેશમાં 100%. વેક્સિન અભિયાન થકી સમગ્ર વિશ્વ મા ભારત દેશને ગૌરવ અપાવ્યું

Advertisement

કોરોના મહામારી ને કારણે સર્જાયેલી વિશ્વ મહામંદી ની પરિસ્થિતિમા પ્રજાના જાહેર આરોગ્ય ની ચિંતા કરીને ભારત દેશમાં જ કોરોના વેક્સિન તૈયાર કરવા ફાર્માસ્યુટિકલ સેક્ટર સાથે સંકળાયેલા નિષ્ણાતોને પ્રોત્સાહિત કરી ખુબજ ટુંકાગાળામાં વેક્સિન તૈયાર કરી દેશની જાહેર જનતા ને કોઈ પણ પ્રકારના જ્ઞાતિ જાતિ ના ભેદભાવ વગર વિનામૂલ્યે વેક્સિન અભિયાન ચલાવી 100 કરોડ કરતા પણ વધારે જનતા જનાર્દન ને વિના મૂલ્યે વેક્સિન આપી સમગ્ર વિશ્વ મા ભારત દેશને ગૌરવ અપાવ્યું છે જે વંદનીય છે સરાહનીય છે

Advertisement

એટલું જ નહિ કોરોના મહામારી ના કારણે સર્જાયેલ લોક ડાઉન ના પરિણામે દેશની આર્થિક સ્થિતિ ની ચિંતા કર્યા વિના જરૂરિયાતમંદ પ્રજા માટે 20 લાખ કરોડ ઉપરાંત ની સહાય પૂરી પાડી સાથે સાથે કિસાનો ને પણ આર્થિક મુશ્કેલી ના કપરા સમયમાં રોકડ સહાય પૂરી પાડી લોકસેવા નું ઉમદા કાર્ય કરી ભારતીય અર્થતંત્રને બળ મળે તે માટેના સંનિષ્ઠ પ્રયાસો માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યા

Advertisement

વધુમાં તાજેતર મા અમદાવાદ ખાતે યોજવામાં આવેલ સંમેલન મા ગુજરાતભર ના સરપંચશ્રીઓ ને અભિનંદન આપતા માનનીય વડાપ્રધાનશ્રી એ તમામને ગામમાં કોઈ વ્યક્તિ ગરીબ ના રહે અને આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે દરેક ગામમાં 75 વૃક્ષો ઉછેરવા અને ગ્રામજનો ની ઉપસ્થિતિમાં ગામની શાળાના જન્મ દિવસ ની દરવર્ષે ઉજવણી કરવા અને બોરી બંધ યોજનાનો ઉલ્લેખ કરી ગામના વિકાસમા સહભાગી બનવા મહત્વના સૂચનો કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!