39 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી : મેઘરજની ઈપલોડા દૂધ મંડળીનું ગ્રહણ દૂર નથી થયું, ફરીથી વિવાદમાં આવી !


મેઘરજ તાલુકાના ઈપલોડા દૂધ મંડળીમાં છેલ્લા બે વર્ષ થી ઉચાપત અને કૌભાંડ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે, જે મામલે દૂધ મંડળીના વહીવટ માટે મુકેલ કસ્ટોડિયન વહીવટદાર પછી નવા સભ્યોની રચના કરી ચેરમેન અને સેક્રેટરી ની વરણી કરાતાં નવા ચેરમેન દ્વારા સંકલન સમીતીની બેઠક બોલાવી સભ્યો દ્વારા દૂધ મંડળીના ભોપાળાની જાહેરાત કરાઇ હતી.

Advertisement

ઈપલોડા દૂધ ઉત્પાદક સ.મંડળીમાં છેલ્લા બે વર્ષ થી ઉચાપત અને કૌભાંડ મૂદ્દે વિવાદ ચાલી રહ્યો છે. આ અંગે એક વર્ષ અગાઉ જિલ્લા કલેક્ટરને ગ્રામજનોએ આવેદનપત્ર આપતા જીલ્લા રજીસ્ટાર દ્વારા વિવાદિત મંડળીના વહીવટ માટે સાબરડેરીના સી. ઓફિસરની નિમણૂંક કરવામાં આવી હતી, જે વહીવટદારે જિલ્લા રજીસ્ટ્રારને રીપોર્ટ કર્યો હતો કે, તા.6 જુલાઈ 2020 ના રોજ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનમાં કરવામાં આવેલ સભાસદોની સહિઓ અને રજુઆત ખોટી છે અને રીપોર્ટ પણ ખોટો છે, તેવો અહેવાલ જીલ્લા રજીસ્ટારને મોકલતા સભાસદોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો.

Advertisement

સમગ્ર મામલે સભાસદોએ વિરોધ દર્શાવી ગ્રામજનો અને સભાસદો મંડળીમાં એકત્ર થઈ કથળેલા દૂધ મંડળીના વહિવટથી ત્રસ્ત આવી દુધ મંડળીને તાળાબંધી કરી હતી અને જ્યા સૂધી કસ્ટોડિયન યોગ્ય અને ન્યાયિક રીપોર્ટ રજૂ ન કરે ત્યાં સુધી દૂધ મંડળીનું તાળુ ખોલવામાં આવશે નહી તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ સમગ્ર મામલે  તાળાબંધીના ત્રીજા દિવસે કસ્ટોડિયન તેમજ સાબરડેરીના કર્મચારીઓ અને રજીસ્ટાર ઓફીસ ના કર્મી પોલીસ બંદોબસ્ત સાથે ઈપલોડા દૂધ મંડળીમાં હાજર થતા ઈપલોડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયુ હતુ અને કસ્ટોડિયન અને સાબરડેરીના કર્મચારીઓએ સભાસદો સાથે તાળાબંધી ખોલવા માટે સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા. અંતે કસ્ટોડિયને સભાસદોની રૂબરૂ માંગણીઓ સાંભળી નિયમાનુસારની કાર્યવાહી કરવાની અને તાત્કાલિક મંડળીની નવિન કમીટી બનાવવાની લેખિત બાંહેધરી આપતા દુધ મંડળીનુ તાળુ ખોલી દૂધ ભરવાનું રાબેતામુજબ શરૂ કરવામાં આવ્યૂ હતુ. ત્યાર બાદ એક વર્ષ જેટલા સમય પછી ઇપલોડા મંડળીમાં નવી કમીટી બનાવી દુધ મંડળીમાં ચેરમેન અને સેક્રેટરીની વરણી કરાઇ હતી ત્યારે નવા ચેરમેન અને સેક્રેટરીએ દફતર જોતાં દૂધ મંડળીમાં મોટુ ભોપાળુ થયુ હોવાના આક્ષેપો કરાયા હતા, જેમાં વર્ષ. 2018 થી 2019-20 ઓડિટમાં મોટુ કૌભાંડ થયુ હોવાના નવા ચેરમેન કાન્તિભાઇ મનોરભાઇ પટેલે ઇપલોડા દુધ મંડળીમાં સભ્યો તેમજ સંકલન સમીતીની હાજરીમાં ઠરાવ કરાયો હતો અને ઇપલોડા દૂધ મંડળીમાં મોટુ કોંભાંડ થયુ હોવાની જાહેરાત કરાઇ હતી તેમજ મંડળીમાં ખોટા બીલ મુકી ઓડિટ કરાતાં ઇપલોડા દૂધ મંડળીના ચેરમેન દ્વારા ઓડિટર વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાવવાનુ જણાવ્યુ હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!