28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસા નગર પાલિકાની ટીમ મહિલા દ્વારા વિકાસલક્ષી 7.75 કરોડનું પુરાંતવાળુ...

અરવલ્લી : મોડાસા નગર પાલિકાની ટીમ મહિલા દ્વારા વિકાસલક્ષી 7.75 કરોડનું પુરાંતવાળુ બજેટ રજૂ

0
440

અરવલ્લી મુખ્ય મથક મોડાસા નગરપાલિકાનું સોમવાર 14 માર્ચ ના રોજ વર્ષ 2022-23 ના વર્ષનું અંદાજપત્ર સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યુ હતું, જેમાં પાલિકા પ્રમુખ અને સામાન્ય સભાના અધ્યક્ષ જલ્પાબેન ભાવસારે  બજેટ રજૂ કરતા કુલ આવક 95,63,03,500 / અને જાવક 87,87,22,500 / – એટલે કે રૂ. 7,75,81,000 / – નું પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યુ હતું.

અરવલ્લી જિલ્લાના આ બજેટમાં આવકમાં કરવેરાની આવક રૂ 7,88,00,000/ – ભાડુ તથા ફી ની આવક રૂ 1,30,07,000 / – , ગ્રાન્ટની આવક રૂ. 72,53,11,000 / – પરચુરણ આવક રૂ 9,17,85,000 / – , દેવા વિભાગની આવક રૂ. 4,74,00,500 / – કુલ રૂ 95,63,03,500 / – આવક થાય છે, જયારે જાવકમાં સામાન્ય વહીવટમાં રૂ -2,72,17,000 / – પેન્શન અને ગ્રેજયુટી રૂ 1,60,00,000 / – , જાહેર સલામતી વિકાસલક્ષી રૂ 28,25,000 / –  દિવાબત્તી રૂ 94,00,000 / -,  પાણી પુરવઠો રૂ – 3,62,55,000 / – , દેખરેખ રૂ -3,45,00,000 / – , આરોગ્ય રક્ષણ / કંપોસ્ટ રૂ – 5,03,30,000 / – , જાહેર શિક્ષણ રૂ  30,000 / – , જંતુનાશક રૂ  – 19,80,000 / – , બગીચા રૂ -40,15,000 / – , સમાજ કલ્યાણ રૂ  – 1,13,60,000 / , એમ્બ્યુલન્સ / સબવાહીની / ટોયલેટવાન રૂ -4,60,000 / – , જાહેર કામો રૂ- 63,06,70,000 / – , બાંધકામ રૂા -22,25,000 / – દેવા વિભાગ રૂ- 5,14,55,500 / – કુલ રૂ  – 87,87,22,500 / – જાવક થાય છે એટલે કે , રૂ- 7,75,81,000 / – ની પુરાંતવાળુ બજેટ રજુ કર્યુ હતું, જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યુ છે.

આ બજેટમાં મોડાસા શહેરના વિકાસ માટે જુદી – જુદી ગ્રાન્ટોની આવકમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, ૧૫મું નાણાપંચ વિગેરે ગ્રાન્ટો, કરવેરાની આવક, ભાડુ તથા ફી ની આવક પરચુરણ આવક વિગેરે લેવામાં આવ્યા હતા અને તેની સામે મોડાસા નગરપાલિકા વિસ્તારમાં સર્વે નં -423 માં બગીચો અને કમ્યુનિટી હોલ, ઇલેકટ્રીક પોલ, રીવરપાર્ક, ટાઉનહોલ કોમ્પલેક્ષ, પીવાના પાણીની પાઇપ લાઇન, પાણી પુરવઠા પ્રોજેકટ હેઠળ મંજૂર થયેલ ફિલ્ટર પ્લાન્ટ વિવિધ મશીનરી, સોલર, રસ્તા વિગેરે જેવા કામો વિવિધ ગ્રાન્ટોના બજેટમાં રકમ ફાળવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત કર્મચારીઓને સાતમા પગાર પંચના લાભો પણ મળી રહે તે ધ્યાને લઇ આ બજેટ રજૂ કર્યુ છે. જેમાં સભાના અધ્યક્ષ જલ્પાબેન ભાવસાર , આર.સી.મહેતા, કારોબારી સમિતિના ચેરમેન જન્નાબેન પટેલ,તમામ સભ્યો તથા AIMIM પાર્ટીના સદસ્ય લાલાભાઇ વાયરમેન, કોંગ્રેસ પક્ષના સભ્ય હુસેનભાઇ ખાલક, સિકન્દરભાઇ સુથાર ( રાજાબાબુ ), વોર્ડ નં. 5 ના કોર્પોરેટર અ.હમીદભાઇ ટીંટોઇયા અને મુખ્ય અધિકારી સંજયભાઇ પંડયા અને તમામ કર્મચારીઓ આ સભામાં હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!