સ્ત્રીઓ પણ પુરુષોથી કમ નથી તે વાતને યથાર્થ ઠેરવવા માટે દિલ્હી થી નીકળેલી બીએસએફની મહિલાઓની બુલેટ રાઈડ હિંમતનગર પહોંચી હતી. મહિલાઓ પણ પુરુષોથી કમ નથી તેવું મેસેજ લોકોને આપ્યો. સામાન્ય રીતે સ્ત્રી સમાનતાની વાતો થાય છે પરંતુ કેટલીક જગ્યાએ મહિલાઓ ખુદ પોતાની દીકરીને ઘરની બહાર નીકળવા દેતા નથી ત્યારે દિલ્હીથી નીકળી આ બુલેટ રાઈડની યુવતીઓએ રસ્તામાં આવતા આવતા મહિલાઓને મળી તેમને પોતાના ઉદાહરણ આપી અને તેમની દીકરી પણ આ બધું કરી શકે છે તેવું જણાવ્યું હતું.
દિકરીઓ બહાર નીકળે અને પુરુષની જેમ બાઈક રાઈડ કરે તે માટેનો સંદેશૌ લઈને આ બી એસ એફની મહિલાઓ નિકળી પડી છે. હાલમાં આ મહિલાઓ રોજનું 290 કિલોમીટરનું અંતર કાપી રહી છે અને આજે હિંમતનગર પહોચી હતી અને હિંમતનગર થી અમદાવાદ રવાના થઈ હતી. દિલ્હી થી શરૂ થયેલી આ ૪૦ મહિલાઓની બુલેટ રાઇડ ૫૨૮૦ કિલોમીટરનું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે તેઓ દિલ્હી થી ચંદીગઢ બાદમાં અમૃતસર ઉદેપુર થઈને આજે હિંમતનગર પહોંચ્યા હતા. હિંમતનગર રોયલ એનફિલ્ડ ના શો રૂમ માં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અહીંથી તેઓ બેંગ્લોર થઈને કન્યાકુમારી જવા રવાના થયા હતા ઉલ્લેખનીય છે કે રોયલ એનફિલ્ડ પોગ્રામ નિકોલ ઓપરેશન કરી આ 40 યુવતીઓને ૪૦ રોયલ એનફીલ્ડ બુલેટ ભેટ આપ્યા હતા અને આ તમામ મહિલાઓ સ્ત્રીસશક્તિકરણનો સંદેશો લઈ નિકળી પડી છે.. સમગ્ર રીતે બુલેટ જેવી મોટરસાયકલ પર પુરુષો ફરતા જોવા મળે છે જ્યારે આ ચાલીસ મહિલા રાઇડર ઓ ફૂલ અને હિંમતનગર શહેરમાંથી પસાર થઈ ત્યારે સૌ કોઈની નજર આ મહિલાઓ પર ટકેલી હતી અને તેમને જોતાં લોકો સમજી જતા હતા કે આ મહિલાઓ પુરુષો થી કમ નથી.





