28 C
Ahmedabad
Friday, May 3, 2024

યુક્રેનના 24 શહેરોને નિશાન બનાવતા 19 શહેરમાં રેડ એલર્ટ…!


રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 19મો દિવસ હતો. 19માં દિવસે રશિયા-યુક્રેનની લડાઈ હવે કિવ પરના આક્રમણના વળાંક પર પહોંચી ગઈ છે. ગઈકાલે રાત્રે રશિયન સેનાએ કિવ નજીકના એરપોર્ટ પર કબજો કરી લીધો હતો. આ રીતે રશિયન સેના કિવની નજીક આવી ગઈ છે. રશિયન સૈનિકોએ કિવને ચારે બાજુથી ઘેરી લીધું છે.

Advertisement
યુક્રેન પર રશિયાના હુમલાઓ વધુ તીવ્ર બન્યા છે. યુક્રેનના 24 શહેરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેમાંથી 19માં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહીં રશિયા સતત બોમ્બ વરસાવી રહ્યું છે.
બંને દેશો વચ્ચે સમાધાનનો કોઈ રસ્તો દેખાતો નથી. દરમિયાન એવા સમાચાર છે કે રશિયા અને યુક્રેન વચ્ચે આજે ચોથા રાઉન્ડની વાતચીત થઈ પરંતુ યુદ્ધ રોકાયું નથી.
હવે કિવમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. યુક્રેનના અન્ય શહેરો પર રશિયાના બોમ્બમારો અને તોપખાનાના હુમલા પણ તેજ બન્યા છે. પરંતુ આ બધાની વચ્ચે રશિયન સેનાએ યુક્રેનના પશ્ચિમી મોરચા પર માત્ર હુમલાઓ તેજ કર્યા નથી, પરંતુ મૂળભૂત જરૂરિયાતોનો પુરવઠો પણ અટકાવી રહ્યો છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સતત ચાલી રહ્યું છે ત્યારે અત્યાર સુધીમાં 20 લાખથી વધુ લોકોએ યુક્રેન છોડ્યું છે. રશિયા એ સૌ પ્રથમ યુક્રેન વાતચીત માટે બેલારુસ બોલાવ્યું હતું પરંતુ ત્યાં કોઈ નિષ્કર્ષ નીકળ્યો નહોતો. બીજી વાર પણ બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે પણ કોઈ યોગ્ય નિવેડો યુધ્ધનો આવ્યો નથી. રશિયા પર પણ યુધ્ધ બાદ 3000થી વધુ પ્રતિબંધો લાગી ચૂક્યા છે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!