29 C
Ahmedabad
Tuesday, May 7, 2024

રશિયા-યુક્રેન વચ્ચે આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચોથા તબક્કાની વાટાઘાટાની શક્યતા !


યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધન બંધ થવાના હજુ કોઇ સમાચાર સામે નથી આવ્યા, પણ વાટાઘાટ થવાની વાતો ચોક્કસથી વહેતી થાય છે, પણ ચોક્કસ નિષ્કર્ષ સુધી ક્યારે પહોંચશે તે પણ એક સવાલ છે. આ વચ્ચે વધુ એક વાત વહેતી થઇ છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા વાટાઘાટ થવાની છે.

Advertisement

રશિયા અને યુક્રેન વચ્ચે  ચોથા તબક્કાની વાટાઘાટો થશે. બંને દેશો વચ્ચે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ વાટાઘાટો યોજાશે. બંને દેશોએ માન્યુ કે તેઓ બે સપ્તાહથી ચાલી રહેલા યુદ્ધનો અંત આણવાના ઉદ્દેશ સાથે કામ કરી રહ્યા છે તે પછી બેઠક નક્કી થઇ છે. તે અરસામાં રશિયાએ લવિવથી 50 કિ.મી.ના અંતરે આવેલા યુક્રેનના સૈન્ય મથકને મિસાઇલથી નિશાન બનાવ્યું હોવાના અહેવાલ છે. જર્મનીએ યુક્રેનથી માલ્દાવો આવેલા અઢી હજાર શરણાર્થીઓને શરણ આપવા નિર્ણય લીધો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!